SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ { ૭૨ ] ----- [ શ્ય મતો) મુનિરાજે – (૧) તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરીશ્વ૨જી મહારાજ, શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ અને શ્રીવિજયપ્રભસૂરીશ્વરજી મહારાજ વગેરે પરિવાર સહિત આ તીર્થની યાત્રાએ અનેકવાર પધાર્યા હતા. (૨) ઉપર્યુક્ત શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે વિ. સં. ૧૬૫૮ માં પાટણથી યાત્રાર્થે અહીં પધાર્યા હતા. અહીંથી વિહાર કરી ગિરિનાર વગેરેની યાત્રા કરીને નવીનનગર (જામનગર)માં માસું કરીને પાછા સં. ૧૬૫૯ માં અહીંની યાત્રા કરીને અમદાવાદ જઈને માણું કર્યું હતું. (તે. ૩૭). (૩) શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના બીજા પટ્ટધર શ્રીવિજયતિલકસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયાનંદસૂરિજીએ (સ. ૧૬૭૬માં સૂરિપદ) આ તીર્થની આનંદપૂર્વક પાંચ વાર યાત્રા કરી હતી. (૪) શ્રીપુણ્યકલશ ઉપાધ્યાયે વિ. સં. ૧૭૦૮ ના માગશર વદિ ૧૨ ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી. (તે. ૧૧૩). (૫) મહામહોપાધ્યાય શ્રીમાન યશવિજયજી મહારાજ આ તીર્થ પર અતિ ભક્તિ ધરાવતા હતા અને તેઓ - ૧ શ્રીમાન મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ભારે વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથ રચ્યા છે. તેમનો ગ્રંથરચનાકાળ લગભગ વિ. સં. ૧૭૩૨ થી ૧૭૪૪ સુધીને હેવાનું જણાય છે. વિ. સં. ૧૭૪૫માં ડાઇમાં તેઓ સ્વર્ગવાસી થયા હતા.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy