________________
મ. ફ્ : ચત્રા ]
-[ ૭૨ ]
માંડલ, પાડેલા થઇને શ્રીશંખેશ્વરજી તીર્થની હર્ષપૂર્વક યાત્રા કરીને અહીંથી પાટણ ગયા. (સ્તા૦ ૧૩૬)
(૪) વિ. સં. ૧૯૫૮માં, ૧૨૦૦ ગાડાં, ૭૦૦ ઘેાડા અને ઊંટ–સવારી, અને અનેક સુલટાથી યુક્ત સંઘવી હેમરાજે કાઢેલ સંઘ મારવાડથી અહીં યાત્રાર્થે આવ્યા. (સ્તા.૩૭)
(૫) ગામેગામના અનેક સંઘા અહીં યાત્રા કરવા આવે છે. ( સ્નેા. ૬ àા. ૬૩ થી ૬૭; સ્તા. ૬૧, ૬૮, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯, ૧૪૯, ૧૫૭).
૧ કૃષ્ણ-જરાસધના યુદ્ધમાં શ્રીકૃષ્ણના સૈન્યની રક્ષા કરતાં શ્રીઅરિષ્ટનેમિકુમારે જે ઠેકાણે શંખ વગાડીને તથા રથ ફેરવીને લાખ્ખા રાજાઓને જીત્યા હતા, તે જગ્યાએ પાડેલા ગામમાં શ્રીકૃષ્ણે મંદિર બંધાવીને તેમાં શ્રીનેમિનાથ પ્રભુજીની મૂર્તિ સ્થાપન કરી હતી (સ્તા॰ ૨૨).
પાડેલા ગામમાં કેન્નજ–કન્નેાજના રાજાએ બંધાવેલ દેરાસરમાં શ્રીનેમિનાથ પ્રભુજીની અતિ પ્રાચીન પ્રતિમાજીને નમસ્કાર હા. ! (સ્તા॰ ૧૪).
સમાશાહુ અને તેમના ભાઇ સહુજાશાહ, શત્રુંજયના - દ્વારની પ્રતિષ્ઠા કરાવીને ત્યાંથી પાછા ફરતાં પાડેલા ગામમાં જીવતસ્વામી શ્રીનેમિનાથ ભગવાનને નમીને-યાત્રા કરીને ત્યાંથી શખેશ્વરજી ગયા. (સ્તા૦ ૧૩૬),
આ પાડલાગામ શખેશ્વરજીથી અગ્નિ ખૂણામાં ૪ માઈલ દૂર વિદ્યમાન છે. તે લેાકેા પારલા પણ કહે છે. આ ગામમાં હમણાં સુધી જૈન દેરાસર હતું. ચેડાં વષૅ પહેલાં જ જૈનાની વસ્તીના અભાવ થવાથી અહીંની મૂર્તિએ શખેશ્વરજી કે મુંજપુરમાં પધ
રાવી દીધી છે.