________________
[ ૭૦ ]–
– રાકેશ્વર મહાતીર્થ ગૃહસ્થસંઘે –
જે સંઘ સાથે આચાર્યો કે મુનિરાજે હેવાને ઉલ્લેખ નથી તે આ છે –
(૧) “શ્રીવીરવંશાવલી નામની પટ્ટાવલીમાં લખ્યું છે કે મહારાજા સપ્રતિ આ તીર્થની વખતોવખત સંઘ સાથે યાત્રા કરતા હતા.'
(૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, આબુ ઉપર વિ. સં. ૧૨૮૭માં લુણવસહી મંદિરની બહુ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં સંઘ સાથે ચદ્રાવતી, પાલણપુર, સત્યપુર (સાર) થઈને શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરીને ધોળકા ગયા. (તે. ૨૦)
(૩) શ્રી શત્રુંજય તીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવીને પાછા ફરતાં વિ. સં. ૧૩૭૧માં સમરાશાહ અને તેમના ભાઈ સહજાશાહ એસવાલ સંઘ સાથે વઢવાણ,
૧ “સંપ્રતિ રાજા; ૧ શ્રી સિદ્ધગિરિ, ૨ રેવતગિરિ, ૩ શ્રીશંખેશ્વર, ૪ નંદિય, ૫ બ્રાહ્મણવાટક રજાત્રાદિ પ્રમુખ મહાતીર્થ જાણી વર્ષમાંહિ વાર ચાર સંઘપતિ હુઈ જાત્રાને લાભ કમાવેં.” -શ્રીવીરવંશાવલી.” “(જૈનસાહિત્યસંશોધક)” ખંડ ૧ અંક ૩, પૃષ્ઠ 6
(આમાં, સંપ્રતિ મહારાજા, ઉપરોક્ત તીર્થોની સંધ સાથે પ્રત્યેક વર્ષમાં ચાર વખત યાત્રા કરતા હોવાનું લખ્યું છે. પણ એ તે, રેલ્વે આદિ સાધનોના અભાવવાળા એ સમયમાં અને મહાપ્રવૃત્તિવાળા સંપ્રતિ રાજાને માટે બનવું સર્વથા અશક્ય જણાય છે. પરંતુ આ ઉપરથી એટલું અનુમાન જરૂર થઈ શકે કે મહારાજા સંપ્રતિ, ઉપર્યુક્ત વગેરે તીર્થોની અવાર નવાર યાત્રા જરૂર કરતા હશે અને કઈ કઈ વાર સંઘ સાથે પણ યાત્રા જરૂર કરતા હશે.)