________________
પ્ર. ૮ઃ અધિષ્ઠાય તેવો ] – – દૂધ ] સંભવિત પણ છે, કેમકે-નાગરાજ ધરણેન્દ્ર ઉપર પૂર્વ જન્મમાં પાર્થ પ્રભુને ઉપકાર, તેમજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ જ શ્રી પાર્શ્વ પ્રભુની મૂર્તિ પોતાના જિનાલયમાંથી શ્રીકણું વાસુદેવને આપેલી એ જ મૂર્તિ અહીં બિરાજમાન હોવાથી, અને શ્રીવર્ધમાનસૂરિજી આ જ તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે, એટલે એઓ આ તીર્થની સેવા-ભક્તિ વધારે કરે તે બનવા એગ્ય છે.
શ્રીજિનહર્ષગણીએ વિ. સં. ૧૪૯૭માં સંસ્કૃત ભાષામાં રચેલ “શ્રીવાસ્તુપાલચરિત્રમાં લખ્યું છે કે વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ, સંવિપાક્ષિક (સંગી) શિરેમણિ, ચારિત્રપાત્ર શ્રીવર્ધમાનસૂરિજીને ઉપદેશ સાંભળીને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રી શખેશ્વર તીર્થને સંઘ કાઢ હતો, અને શંખેશ્વર પાર્થ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ત્યારબાદ કાળકેમે શ્રી વીર પ્રભુના શાસનને ઉદ્યોત કરનાર મહામાત્ય વસ્તુપાલ સ્વર્ગવાસી થવાથી, જૈનશાસનના સ્તંભ સ્વરૂપ મહાપુરુષનો અભાવ થયેલો જોઈ શ્રીવર્ધમાનસૂરિજી મહારાજને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે નિરંતર “આચામ્ય વર્ધમાન તપ” શરૂ કર્યું. સંઘે પારણું કરવા માટે ઘણે આગ્રહ કરવા છતાં શ્રીશંખેશ્વર તીર્થ પર વિશેષ ભક્તિના કારણે તેઓશ્રીએ શ્રીશંખેશ્વર પાશ્વ . પ્રભુનાં દર્શન કર્યા પછી જ પારણું કરવાને દઢ અભિગ્રહ કર્યો. શ્રીશંખેશ્વરજીના ધ્યાનથી નિર્વિદને તપ પૂરું થતાં સંઘ
૧ શ્રીમાન જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ચિતેડના મહારાણાએ વિ. સં. ૧૨૮૫ માં તપા બિરુદ આપ્યું, તે વખતે આ. શ્રી, વદ્ધમાનસૂરીશ્વરજી મહારાજ વિદ્યમાન હતા.