________________
પ્રકરણ આઠમું અધિષ્ઠાયક દેવો તીર્થકર-વીતરાગ પ્રભુના શાસન-તીર્થની રક્ષા કરનાર અને ભક્તોનાં વિને દૂર કરીને અભિષ્ટ મનોરથને પૂર્ણ કરનાર દેવને અધિષ્ઠાયક દેવ કહેવામાં આવે છે. શ્રી પાશ્વ પ્રભુના તીર્થની–શાસનની રક્ષા કરનાર તરીકે પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી અતિ પ્રસિદ્ધ છે. પરંતુ તે સિવાય પણ બીજાં કેટલાંક દેવ-દેવીઓ પાશ્વ પ્રભુના અધિષ્ઠાયક–સેવકે હેવાનું કેટલાક ગ્રંથો અને સ્તોત્રાદિમાં લખ્યું છે. જેમકે–સ્ત. ૧માં લખ્યું છે કે “પાશ્વયક્ષ, કમઠ, ધરણેન્દ્ર વગેરે દેવ અને પદ્માવતી, જયા, વિજયા, વૈયા તથા સેળ વિદ્યાદેવીઓ વગેરે દેવીઓ
શ્રી પાર્શ્વ પ્રભુના અધિષ્ઠાયક–સેવકે છે, તેમજ તે. ૧૧ માં લખ્યું છે કે-૬૪ ઇંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિપાલ, નવગ્રહ, યક્ષ, વેટયા, પદ્માવતી, જયા, અજિતા, વિજયા, અપરાજિતા અને સેળ વિદ્યા દેવીઓ વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયકે–સેવકે છે. આ બધા પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયકે હેવાથી આ તીર્થની સેવાભક્તિ રક્ષાનો લાભ લે એ સંભવિત છે. પરંતુ વિશેષ કરીને આ તીર્થની રક્ષા કરવામાં ભક્તોનાં વિદને દૂર કરવામાં, ભક્તોના વાંછિત પૂરવામાં, તીર્થને મહિમા વધારવામાં અને ચમત્કાર દેખાડવામાં નાગરાજ ધરણે છે, પદ્માવતીદેવીએ અને શ્રી વર્ધમાનસૂરિજીએ (વ્યંતરદેવે) વધારે ભાગ લીધો હોય તેમ ગ્રંથકારે માને છે, અને તે