________________
પ્ર. ૭ : રમેશ ]
–[ દરૂ ] પ્રભુજીની યાત્રા-સેવા-પૂજા કરીને તેઓ ખૂબ ખુશી થયા. પહેલા પાટીદારની સૂચનાથી બીજે (મતીયાવાળો) પાટીદાર શ્રી પાર્શ્વ પ્રભુજીનાં નમણુ–સ્નાનનું જળ ત્રણ વાર પોતાની આંખોએ લગાડીને આંખેને ચાળવા લાગ્યો. ચોળતાં ચોળતાં તુરતજ-થોડી જ વારમાં બન્ને આંખના નીકળી પડેલા ચણાની દાળ જેવડા મેતીયા પોતાના હાથમાં આવ્યા અને પોતે સાવ દેખતે થયો. ખુશી થયેલા તે બન્ને જણા ખૂબ આનંદ પૂર્વક યથાશક્તિ એ તીર્થની સેવા-ભક્તિને લાભ લઈને પિતાને ગામ જવા માટે ત્યાંથી નીકળીને હારીજ આવ્યા. ત્યાં અગાઉથી પધારેલા આચાર્ય શ્રીમતિસાગરસૂરિજી મહારાજ આદિ મુનિરાજનાં દર્શન થવાથી તેમની પાસે જઈ વંદના કરીને તે બન્ને પાટીદારોએ પોતે અનુભવેલા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના માહાયની બધી વાત કહી દેખાડી. આ વાત સાંભળીને બધા બહુ ખુશી થયા. આ વાત થતી હતી તે વખતે પંન્યાસ શ્રીમાનસાગરજી પાસે બેઠેલા જ હતા અને તેમણે આ વાત સંપૂર્ણ સાંભળેલી હતી. તેમની પાસેથી વળા ગામમાં સાંભળીને આ ચમત્કારની વાત મેં અહીં આપેલ છે.
આ તીર્થના ચમત્કારેની આવી બહુ બહુ વાતે લોકમાં ઘણી પ્રસિદ્ધ છે. તે બધી જે એકત્રિત કરવામાં આવે તે એક મોટું ખાસું પુસ્તક ભરાય. આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે–આ તીર્થ અત્યંત પ્રાભાવિક અને ચમત્કારિક છે.