________________
1 દર ]
– એશ્વર મહાતીર્થ કયાં અદશ્ય થઈ ગઈ તેની ખબર પણ ન પડી. સંઘ શ્રીશંખેશ્વરજી પહોંચી ગયું અને ત્યાં સૌએ આનંદપૂર્વક યાત્રા-સેવાપૂજા-દર્શનાદિને લાભ લીધે.
(૬) આચાર્ય શ્રીમતિસાગરસૂરિજી અને શ્રીમાન પં. માનસાગરજી આદિ મુનિરાજે સં. ૧૯૬ ની સાલનું ચોમાસું પાટણ પાસે આવેલ ચાણસ્મા ગામમાં રહ્યા હતા. ત્યાં તેમના વ્યાખ્યાનમાં ચાણસ્માની નજીકના ગામડાને રહીશ એક જેન પાટીદાર અવારનવાર વ્યાખ્યાન સાંભળવા આવતું હતું. તે વખતે તેમણે વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના પ્રભાવનું વર્ણન કર્યું હતું. ચોમાસું પૂર્ણ થયા પછી તેઓ સર્વ વિહાર કરતાં કરતાં માઘ માસમાં હારીજ પધાર્યા હતા.
આ તરફથી પેલા પાટીદારને ઘેર એ અરસામાં તેને કઈ સગા-સંબંધી મહેમાન તરીકે આવ્યું હતું, તેની બન્ને આંખોમાં આવેલા મતીયા પાકી ગયેલા હોવાથી તે કંઈ પણ દેખી શકો નહોતે, તેમજ તેની આંખમાં કંઈ રોગ હેવાથી ડૉકટરોએ તેના મોતીયા નહીં જ ઊતરી શકે એમ સ્પષ્ટ જણાવી દીધેલ હેવાથી તે ઘણે દુ:ખી અને ચિંતાતુર હતાઘરધણ પાટીદારે તેને આશ્વાસન આપતાં શ્રીશંખેશ્વરજી તીર્થના પ્રભાવની વાત કરી, તેથી બને જણની શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવાની ભાવના થવાથી શંખેશ્વરજી ગયા. ત્યાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ
૧ આ વાત (સંસારીપણામાં ઝીંઝુવાડાના વતની) મુનિરાજ શીલાનવિજયજી પાસેથી સાંભળીને લખી છે.