________________
[ ૬૬ ]–
– એશ્વર મહાતીર્થ સાથે (ઘણું કરીને પાટણને સંઘ હશે) તેઓશ્રી શ્રીશંખેશ્વરજીની યાત્રાએ જવા નીકળ્યા.
વૃદ્ધાવસ્થા અને મોટી તપસ્યાથી આચાર્યશ્રીનું શરીર અતિ દુર્બલ થઈ ગયું હોવાથી અને તે વખતે તાપ સપ્ત પડતો હોવાથી રસ્તામાં તેઓશ્રી એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ત્યાં જ તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ થઈ જવાથી શ્રીશંખેશ્વરજીના ધ્યાનમાં ને ધ્યાનમાં જ કાળધર્મ (મૃત્યુ) પામવાથી તેઓ આસન્નભવી–નજીકમાં જ મશગામી હેવા છતાં વ્યંતરદેવપણે ઉત્પન્ન થયા, અને શ્રીશંખેશ્વરજી તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. (સ્તો. ૧૮–૧૯).
આ સિવાય નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી આ તીર્થની નિત્ય સેવા કરે છે, હમેશાં સાનિધ્યમાં રહે છે, પરચા પૂરે છે, ભક્તોનાં વિને દૂર કરે છે, પર્વના દિવસમાં તેઓ પૂજન કરે છે અને તેમણે આ તીર્થને મહિમા ઘણે વધાર્યો છે વગેરે વગેરે તે ઘણું સ્તોત્ર-સ્તવનાદિમાં લખ્યું છે. તેમાંના કેટલાંકમાં સાથે પાWયક્ષનું પણ નામ આપેલું છે.
આ પ્રમાણે અધિષ્ઠાયક દેવ જે તીર્થની સાનિધ્યમાં રાત-દિવસ રહેતા હોય તે તીર્થ અધિક મહિમાવતું હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી.
૧ કાંઈક ઓછા–વધતા પ્રમાણમાં પણ આ હકીકતને લગભગ મળતી જ હકીકત તે. ૨૩, ૩૧, ૩૨ અને ૧૪૪ માં પણ આપેલી છે.
૨ જુઓ ઑ૦ ૨૪, ૫૨, ૫, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૮૦, ૮૭, ૯૮, ૧૦૫, ૧૧૪, ૧૨૪ થી ૧૩૧, ૧૩૮, ૧૪૯, ૧૫૧, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૧, ૧૬૨.