________________
[ ૪૬ ]
–[ રેશ્વર મતીર્થ તેમજ પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જીના પ્રભાવથી લેકેની તેમના ઉપર વિશેષ ભક્તિ અને શ્રદ્ધા હાઈ લોકોમાં તેમનાં જુદાં જુદાં નામની પણ પ્રસિદ્ધિ થઈ છે. શ્રદ્ધાવાળા ભક્તો માને છે કે શંખેશ્વર પાર્શ્વ પ્રભુજી હમેશાં ત્રણ રૂપ કરે છે. પ્રભાતે કુમાર અવસ્થાનું, મધ્યાહને યુવાવસ્થાનું અને સાયંકાળે વૃદ્ધાવસ્થાનું. અને એને લઈને જ ઘણા લોકો પ્રભુજીને “બહુરૂપી” કહે છે, તેમજ સાંજે ચોઘડિયાં વાગતાં હોય, દીવાબત્તી થઈ હાય, ધૂપ ઉખેવાતો હોય અને પ્રભુજીની આંગી પણ સુંદર બનેલી હોય તેવે વખતે ઘણે ભાગે લેકે વધારે દર્શન કરવા આવે છે, અને તે વખતે ભગવાનનું રૂ૫ વૃદ્ધાવસ્થા જેવું લાગતું હોવાથી લોકો તેમને “ફેસલા પ્રભુ” પણ કહે છે. આ વાત માત્ર લોકોમાં જ પ્રસિદ્ધ છે એમ નહીં, પણ શંખેશ્વરજીના છંદ અને સ્તવનમાં પણ ગૂંથાઈ ગઈ છે. જુઓ સ્તો. ૫૦, ૬૬.
શ્રીમાન વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રીઉદયવિજયજીએ, પહેલાં ઘણુ સમય સુધી, શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુજીની વિને દૂર કરવા માટે અથવા તો ઐહિક કાર્ય સિદ્ધિની ઈચ્છાથી ખૂબ સેવા કરી હતી, પરંતુ પાછળથી તેમનાં જ્ઞાન-ચક્ષુ ખૂલી જવાથી અહિક કાર્યસિદ્ધિની ઈચ્છાને દૂર કરીને આત્મકલ્યાણ માટે જ ઘણું લાંબા કાળ સુધી તેમણે આ તીર્થની સેવા કરી. (સ્તે. ૧૩ર).
આ બધી બાબતો શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના પ્રભાવવંતા માહાત્મ્યને સચેટ રીતે પુરવાર કરી આપે છે.