________________
પ્ર૦ ૬ : પ્રમાવ-માહાત્મ્ય ]
•[ ૪૬ ]
પક્ષના આચાર્ય શ્રી પરમદેવસૂરિજી માટે જગડૂશાલે ભદ્રાવતીનગરી (કચ્છ-ભદ્રેશ્વર )માં બંધાવેલી પાષધશાલામાં સૂરિજી વગેરેને દર્શન કરવા માટે ચાંદિના એ પાયાવાળું પિત્તલનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું ગૃહચૈત્ય-ઘરદેરાસર શ્રીમાન્ જગડૂશાહે કરાવ્યું હતું.
(૨) તપાગચ્છીય શ્રીરંગવિજયજીએ સં. ૧૮૪૯માં રચેલ “ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠાકલ્પ સ્તવન ’” (ઢાળ ૧૯, કડી ૨૬૦ના વિસ્તૃત સ્તવન )માં લખ્યું છે કે-ભરૂચમાં ઊકેશ લઘુશાખાના (દશા એસવાળ) શાહ પ્રેમચંદ્નના પુત્ર ખુશાલચંદ્રે અને તેના પુત્ર શાહ. સવાઇચંદ્રે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિ નવી કરાવીને, તે વગેરે ખીજી ઘણી મૂર્તિઓની વિ. સં. ૧૮૪૯માં મહાત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને ત્યાં ( ભરૂચમાં ) સ્થાપન કરી.
(૩) સૂરતમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું દેરાસર છે. (સ્તા. ૮૭, ૧૨૯)
(૪) ઉદયપુર ( મેવાડ )થી ત્રણ માઈલ દૂર આઘાટ (આહડ) નામનું ગામ છે, જ્યાં શ્રીમાન જગ‘દ્રસૂરિજીને તપા બિરૂદ મળ્યું હતું. તે આઘાટમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વ પ્રભુજીનું મંદિર સં. ૧૮૦૫ માં બનેલું મેાજૂદ છે. (એક જૂની તીર્થ ગાઈડ ).
(૫) સિરાહી ( રાજપુતાના )માં પણ શ્રીશ'ખેશ્વર પાર્શ્વ પ્રભુજીનું એક મંદિર છે.
વિશેષ તપાસ કરવાથી જ્યાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથજીનાં દેરાસરા, મૂર્તિઓ કે પાકા બિરાજમાન થયેલ હાય એવાં બીજા ઘણાં સ્થાનેા મળી શકે.