________________
[ 8 ] -
- શેશ્વર મહાતીર્થ બન્ને બાબત છે. પરંતુ લગભગ તે દરેક સ્તોત્રોમાં છેડે ઘણે અંશે સ્તુતિ તે અવશ્ય કરેલી છે જ. આ પ્રમાણે મુનિ વગે ગ્રંથસ્તોત્રાદિ રચીને, યાત્રા કરીને તથા યાત્રા-જીર્ણોદ્ધાર વગેરે કાર્યો માટે ઉપદેશ આપીને આ તીર્થની ભક્તિ કરી છે, જ્યારે ગૃહસ્થવર્ગે આ તીર્થના જીર્ણોદ્ધાર કરીને, યાત્રા કાઢીને, યાત્રાઓ કરીને, આ તીર્થને અંગે દ્રવ્ય ખચીને તન-મન-ધનથી આ તીર્થની ભક્તિ કરી છે. આ અધું તીર્થની પ્રાભાવિક્તા વિના ન જ બની શકે. આ બધા ઉપરથી આ તીર્થને પ્રભાવ–માહાતમ્ય દુનિયામાં કેટલો પ્રસરેલો હશે? તે સહજમાં સમજી શકાય તેમ છે.
શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુજીનું માહાસ્ય દુનિયામાં વિશેષ વિસ્તાર પામ્યું છે તેને નીચેની વાત પણ સંપૂર્ણ પુષ્ટિ આપે છે.
જેમ ગેડીજી પાર્શ્વ પ્રભુનાં દેરાસરે, મૂર્તિઓ, પાદુકાઓ ગામેગામ-ઘણું ગામમાં છે, તેમ શ્રીશંખેશ્વર પાશ્વનાથનાં પણ દેવાલયે, મૂર્તિઓ અને પાદુકાઓ બીજા ઘણાં ગામમાં હોવાનું સાંભળ્યું છે. તેમાંથી જેને માટે ગ્રંથમાંથી ઉલ્લેખ મલ્યા છે અથવા તે જેને માટે પાકી ખાત્રી છે તેવા ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું.
(૧) શ્રી સર્વાનંદસૂરિવિરચિત “જગડૂચરિત” મહાકાવ્ય, સર્ગ ૬, લેક પ૭ માં લખ્યું છે કે “પૂર્ણિમા
૧ જુઓ સ્તોત્રાંક ૧, ૫, ૭ થી ૧૪, ૧૬, ૧૭, ૨૧, ૨૬ થી ૩૦, ૪૧, ૪૩ થી ૪૯, ૫૧ થી ૫૪, ૫૬ થી ૮૬, ૮૮ થી ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૭ થી ૧૫૪, ૧૫૬ થી ૧૬૩.