________________
પ્રકરણ સાતમું : ચમત્કાર ગયા પ્રકરણમાં કહેવામાં આવ્યું તેમ શ્રીતીર્થકર વીતરાગ પ્રભુ તે રાગ, દ્વેષ, મેહ, કષાય, હાસ્ય, રતિ, અરતિ, ક્રીડા, ઈચ્છા વગેરે તમામ દૂષણથી રહિત હોઈ તેઓ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, તેમ કોઈને ચમત્કાર બતાવતા નથી કે પરચા પૂરતા નથી. પરંતુ જે તીર્થોના અધિષ્ઠાયક દેવો જાગતા–અપ્રમાદી હોય છે, તેઓ સ્વઅધિછિત તીર્થ-પ્રભુની સેવા–ભક્તિ થતી જોઈને સંતુષ્ટ થાય છે. અને તેથી તેઓ સેવા-ભક્તિ–ધ્યાન કરનાર ભક્તજનોના મને રથ પૂર્ણ કરે છે, વિદને દૂર કરે છે અને ચમત્કાર પણ દેખાડે છે. આવાં જાગતા અધિષ્ઠાયક દેવવાળાં તીર્થોમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ અગ્રગણ્ય ગણાય છે. અહીંના અધિષ્ઠાયક દેવોના ચમત્કારે સારી આલમમાં પ્રસિદ્ધ છે. તેમાંના કેટલાક ચમત્કારેને પ્રાચીન–અર્વાચીન અજૈન ગ્રંથકારેએ પોતાના ગ્રંથોમાં સ્થાન આપ્યું છે. તેમાંના ૨-૪ ઉલ્લેખ અહીં આપવા અનુચિત નહીં ગણાય.
(૧)ઝાલા રજપૂત મહામંડલેશ્વર રાણી દુર્જનશલ્યને? તેના રાજ્યકાળમાં ભયંકર કેઢ રેગ થયો હતો તેથી તે
- ૧ “જગડૂચરિત” મહાકાવ્યના આધારે મહામંડલેશ્વર રાણું દુર્જનશલ્યને સત્તા સમયે તેરમી સદીના ઉત્તરાર્ધ અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હોવાનું અને તેને કોઢ રેગ વિસં. ૧૩૦૨ની આસપાસમાં દૂર થયો હોવાનું જણાય છે. રાજા દુર્જનશલ્ય, કયા