________________
અહીં જે જૂની-પુરાણ ખંડિત પ્રતિમાઓ વગેરેના અવશેષ સંઘરી રાખેલા છે, તેમાં શેધ કરવામાં આવે તે આ નગરના સ્થાનિક ઇતિહાસ વિશે અને દેરાસરાના બંધાવનાર વિશે હકીકત પ્રાપ્ત થવાનો સંભવ ખરો. અલબત્ત, જે કંઈ શિલાલેખીય અને ગ્રંથસ્થ સામગ્રી મળી આવે છે તેના ઉપરથી અનુમાન જરૂર તારવી શકાય. અમે એ જ આધારે અહીં હકીકત રજૂ કરીએ છીએ.
આરાસણ નગર ગમે ત્યારે વસ્યું હોય પણ આરા સણની તીર્થ તરીકેની પ્રસિદ્ધિનો ઇતિહાસ ગૂર્જરેશ્વર ભીમદેવ અને મંત્રી વિમલશાહના સમયથી શરૂ થાય છે એમ કહેવામાં ઐતિહાસિક દષ્ટિએ બાધ નથી.
પ્રતિમાલે એમાંથી ગૂર્જરેશ્વર ભીમદેવ, કુમારપાલ, બીજે ભીમદેવ અને વિસલદેવ રાજાઓનાં નામો મળે છે. એમના સમયમાં અહીં ચંદ્રાવતીના પરમારો ગુજરાતના માંડલિકો તરીકે રાજ્ય કરતા હતા. એ પરમાર રાજાઓ. પૈકી થારાવર્ષ દેવનું નામ આ લેખમાંથી પ્રાપ્ત થાય છે. એ સમયના ચંદ્રાવતીના પરમારો વિશે ઇતિહાસમાંથી આ પ્રકારે માહિતી મળે છે—| ગુજરાતના રાજવી પહેલા ભીમદેવના સમયે જયારે ચંદ્ધાવલીના રાજા ધંધૂકે સ્વતંત્ર થવાને માથું ઊંચકર્યું ત્યારે જ ગૂર્જરેશ્ચર ભીમદેવે મંત્રી વિમલશાહને દંડનાયક બનાવી, સિન્ય સાથે ચંદ્રાવતી નેકલ્યા. ધંધૂક તે વિમળ૪હનું નામ સાંભળીને ચંદ્રાવતીથી નાઠે અને માલવાના