________________
ધર્મશાળા અને વહીવટ અહીં સં. ૧૯૬૦ માં શેઠ મનસુખભાઈ ભગુભાઈએ એક ધર્મશાળા બંધાવેલી છે તેમજ કારખાનાની મેડી પણ ધર્મશાળા તરીકે ઉપયોગમાં લેવાય છે.
એ મેડી ઉપર એક ઓરડીમાં મણિભદ્રવીરની સ્થાપના કરેલી છે. આ મકાન સં. ૧૯૭૮ માં બન્યું છે.
ધર્મશાળાની આથમણી બાજુએ એક બાંધેલ કુંડ છે.
કુંભારિયાજી તીર્થની સામે જ બે–ત્રણ માઈલમાં આરસપાષાણની ખાણ છે. જરીવાવ પાસેની ખાણમાંથી હજીયે આરસ નીકળી આવે છે.
આસપાસમાં ખંડિયે પડેલાં છે. મકાનના પાયા અને જમીનમાંથી મોટી ઇંટે નીકળી આવે છે. કાટેડાના કાળા કોલસા જેવા ઢગલાઓ જ્યાં ત્યાં પડેલા નજરે પડે છે.
પ્રાચીન સ્થિતિ
આરાસણ નગર ક્યારે વસ્યું એ સંબંધી શિલાલેખીય કે ગ્રંથસ્થ કેઈ પુરાવે મળતું નથી અને અહીંનાં મંદિરે ક્યારે બંધાયાં એને ચોક્કસ સમય પ્રાપ્ત થતું નથી. અહીંનાં દેરાસરો વગેરેમાંથી લીધેલા ૨૬૧ પ્રતિમાઓ વગેરેના લેખેને સંગ્રહ અમે મંદિરના વર્ણનમાં અને પુસ્તકની અંતે પરિશિષ્ટમાં આવે છે પણ તે પૈકી કઈ લેખમાં દેરાસરના બંધાવનારનું નામ મળતું નથી.