________________
પ
છે એટલે એ ટેકરે ખાસ ઈરાદાપૂર્વક બનાવેલ હોય એમ લાગે છે. સંભવ છે કે, તેની નીચે ભેંયરું બનાવવામાં આવ્યું હોય. મંદિરના મહાપીઠમાં ગજથર અને અશ્વથર છે. તેના પ્રાસાદના મંડેવર (મૂળ ગભારાની ભીંતને ભાગ) અત્યંત સુંદર છે. શિખરનું પાછળથી સમારકામ કરવામાં આવ્યું છે.
ડોભાંડારકર આ દેવાલયની પ્રાચીનતા વિશે નેંધ આપે છે કે—
કુંભારિયાના કુંભેશ્વર મહાદેવના વિદિક દેવાલય વિશે એમ કહેવામાં આવ્યું છે કે તેનું દેવકુલિકાનું દ્વાર તથા ભીંતમાં જડેલા સ્તંભે મોઢેરાના દેવાલયના દ્વાર તથા સ્તંભે જેવા છે. આની મિતિ ડૉ. બજેસ તથા મિ. કાઉસેસે તેની શિલી ઉપરથી ભીમદેવ પહેલા (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૩)ના રાજ્યમાં અગર અગિયારમી સદીમાં છે એમ નકકી કરી છે. વળી, આ શેધકેએ એમ પણ દર્શાવેલું છે કે, કારીગરી ઉપરથી મઢેરાનું દેવાલય તથા વિમલશાહનું દેલવાડાનું દેવાલય લગભગ. એક મિતિનાં છે.”
સુરહીના બીજા પથ્થરો - આ મંદિરની પાસે બે પથ્થરે ઊભા છે તેમાં સં. ૧૨૬૩ ને બીજા ભીમદેવના સમયને લેખ છે અને સં. ૧૩૪૬ના લેખમાં રાજા વિસલદેવના રાજકાળમાં રાજાજ્ઞા ફરમાવી છે તેને જે લેપ કરે તેને માટે ભુંડી ગાળ આપી છે.