________________
૫૩
મૂળનાયકની નીચેની ગાદી ઉપર સં૦ ૧૩૦૨ ને લેબ છે પણ તે ગાદી જીર્ણોદ્ધાર વખતે ત્યાં લગાવવામાં આવી હશે એમ લાગે છે. આરાસણના શ્રાવકે તે ગાદી કરાવેલી છે અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ભરાવ્યાનું જણાવ્યું છે. જ્યારે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે.
છકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ સુંદર કેરણીવાળા બે ગોખલા છે. તે પૈકી એકમાં એકતીથીનું ખાલી પરિકર લગાડેલું છે.
છકી અને સભામંડપના ગુમ્મ તથા સ્તંભમાં આબુ ઉપરના દેલવાડાનાં મંદિરે જેવી સુંદર કેરણી કરેલી છે. તેમાંયે છ સ્તંભમાં વિશેષ કેરણી છે.
સભામંડપનું એક તરણ કે રણવાળું છે. ગૂઢમંડપમાં પ્રવેશ કરવાના દરવાજા ઉપર, તેની પાસેના સ્તંભ ઉપર, અને છકીના નીચેના ભાગમાં પણ કરણી કરેલી છે.
, છકી અને સભામંડપની બંને બાજુની છતેના ૧૨ ખંડમાં પણ આબૂ–દેલવાડાનાં મંદિરે જેવા જુદા જુદા પ્રકારના સુંદર ભાવ કતરેલા છે પણ તેના ઉપર કોઈ એ અજ્ઞાનતાવશ પાછળથી ચૂનાની સફેદી કરાવી દીધેલી હોવાથી ભાની સુંદરતામાં ઘણું જ ખામી આવી ગયેલી છે.
છતમાં જે ભાવે કેતરેલા છે તેમાં ખાસ કરીને પંચકલ્યાણક સાથેના તીર્થ કરેના વિશિષ્ટ જીવનપ્રસંગે કલ્પસૂત્રમાં નિદેશેલી ઘટનાઓ, સ્થૂલિભદ્રનો પ્રસંગ વગેરે