________________
ગાદી છે. દેરીઓમાંની પરિકરની ગાદી ઉપર ઘણે ભાગે તેરમી શતાબ્દિના મધ્યભાગના લેખે છે. સં. ૧૨૫૯ ના લેખમાં “આરાસણમાં મંડલિક પરમાર ધારાવર્ષ દેવનું વિજયી રાજ્ય” એમ લખેલું છે.
છેલ્લા ગેખલાના પબાસનની ગાદી ઉપર સં૦ ૧૧૬૧ ને. લેખ છે.
ગૂઢમંડપનો મુખ્ય દરવાજો અને નકશીવાળી બને દેરીના દરવાજા માથે ચ્યવન કલ્યાણકને ભાવ અને ૧૪ સ્વપ્ન કેરેલાં છે.
આ મંદિરના મંડપના સ્તંભ તથા ગઠવણ શ્રીમહાવીરસ્વામી ભ૦ અને શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના જેવી છે પણ શ્રી શાંતિનાથ ભવ ના મંદિરની માફક આમાં માત્ર ચાર તારણ છેજેમાંથી દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનું એક જ હાલમાં બચી રહ્યું છે.
આમાં શ્રી નેમિનાથ ભ૦ ના ચૈત્યની માફક ઘૂમટની આજુબાજુએ વાંસના સળિયા લગાડેલા છે. દેવકુલિકાને બહારને ભાગ તેમજ ગૂઢમંડપને એક ભાગ અર્વાચીન છે. દાદર સાથે આવેલા બે સ્તંભેની વચ્ચેની એક જૂની બારશાખ ગૂઢમંડપની પશ્ચિમની ભીંતમાં ચણવામાં આવી છે, પણ આ દ્વાર બંધ કરવામાં આવ્યું નથી. ભીંતની બીજી બાજુએ આવી જ બારશાખ ગોઠવવા પ્રયત્ન કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. કારણ કે ભીંત આગળ બે સ્તંભે ઊભા કરવામાં આવ્યા છે.