________________
ફ
સં૦ ૧૧૭૬ના લેખે છે. ડાબા હાથ તરફ ત્રણતીથીવાળું એક મેટું ખાલી પરિકર સ્થાપન કરેલું છે. તેમાં મૂળનાયકની મૂતિ નથી. પરિકરમાંથી છૂટી પડી ગયેલી ૩ કાઉસગ્ગિયા પ્રતિમાઓ અને એક અંબાજી માતાની મૂર્તિ પણ છે.
છકીઓમાં બંને બાજુના બે ગોખલાઓ પૈકી. એક ગોખલામાં આખું પરિકર, સ્તંભ સહિત તેરણ વગેરે સુંદર કેરણીથી ભરેલું છે.
ગેખલાઓમાં પ્રતિમા નથી. એક ગેખલામાં ફકત પરિકરની ગાદી જ છે. '
ગૂઢમંડપ અને સભામંડપના ઘૂમટે, ચેકીને સન્મુખ ભાગ, છકી અને સભામંડપના ચાર સ્તંભે, એક તેરણ, બંને તરફ ને વચ્ચેની એકેક દેરીના દરવાજા, સ્તંભે, ઘૂમટે, માથેનાં શિખરે અને પ્રત્યેક ગુમ્મમાં સુંદર કોતરણી કરેલી છે. સ્તંભ ઉપર દેવીઓ, વિદ્યાધરીઓ તેમજ બીજી કેરણી છે. આ મંદિરમાં ઉત્તર દરવાજાથી પ્રવેશ કરતાં જમણા હાથ તરફ મકરાણાના નકશીદાર બે સ્તંભે ઉપર મનહર તેરણ છે અને ઉપરનું તેરણ બીજા સ્થળેથી લાવીને અહીં લગાવ્યું હોય એમ લાગે છે. તેમાંના એક સ્તંભ ઉપર સં૦ ૧૧૮૧ને લેખ છે.
બે દેરીઓમાં ખાલી પબાસન છે. પરિકર નથી. બે દેરીમાં અધૂરાં પરિકર છે. બે દેરીઓમાં નકશીદાર સ્તંભે યુક્ત સુંદર તેરણે લાગેલાં છે. બીજી દેરીઓમાં પરિકર અને પબાસન છે. એક ગોખલામાં પબાસન અને પરિકરની