________________
તે બારણાં પૂરી નાખેલાં છે. તેના ઠેકાણે માત્ર બે જાળિયાં રાખેલાં છે, જેથી અંદર અજવાળું આવી શકે છે. ગૂઢમંડપની બારશાખમાં ઘણું જ કેતરકામ છે પણ દેવકુલિકાઓની બારશાખાને નથી.
ડાબી અગર પશ્ચિમ બાજુએ બે જૂના સ્તની સાથે બે નવા સ્તંભે છે, જે ઉપરના ભાગેલા ચેરસના આધારરૂપ છે. દક્ષિણ ખૂણાની પૂર્વ બાજુમાં આવેલી ત્રીજી તથા ચેથી દેવકુલિકાની બારશાખ બીજી દેવકુલિકાઓ કરતાં વધારે કતરેલી છે. ત્રીજી દેવકુલિકાની આગળ, ઉપરના ચેરસની નીચેની બાજુને અડકનારી એક કમાનના આધારરૂપ સ્તંભે ઉપર બે બાજુએ “કીચક” (બ્રેકેટ્સ) જેવામાં આવે છે. આ બાબત ખાસ જાણવા જેવી છે, કારણ કે બીજે કઈ ઠેકાણે અગ્રભાગમાં અગર દેવકુલિકામાં આ પ્રમાણે હેતું નથી.
શ્રી મહાવીરસ્વામી ભ૦ પાસેના મૂળ ગભારામાં બે સ્તંભે. ઉપર સુંદર નકશીવાળું તારણ હતું તે હાલ સમવસરણના દરવાજા બહાર લાવીને ગેઠવ્યું છે. તેના ઉપર સં૦ ૧૨૧૩ ને લેખ છે.
આ દેરાસરને પાછળને ભાગ કોટ સુધી ખાલી છે. આથમણી બાજુએ દેરીઓ પાસે પાછળના ભાગમાં એરડી છે, તેમાં બે ખંડ છે, જેમાં ભેંયરું હોય એમ જણાય છે.
દેરાસરના પૂર્વ તરફના બારણામાંથી બહાર નીકળતાં જમણી બાજુએ આરસનું ઝીણી કારીગરીવાળું કમાન સાથેનું પરિકર પડેલું છે, તેને એગ્ય સ્થળે મૂકવું જોઈએ.