________________
ઉપર સવારી કરીને દેશના સાંભળવા આવી રહ્યા હોય એ ભાવ આલેખે છે.
આ બધા ભા નીચે આરસમાં ભાવની સમજૂતીના અક્ષરે પણ કોતર્યા છે, અને તેમાં રંગ પૂર્યો છે.
આવા ભાવેનું આલેખન બીજે ક્યાંય જોવા મળતું નથી.
સભામંડપમાંથી બહાર નીકળતાં જે ચેકી આવે છે તેમાં બે ગોખલા છે અને ઉપર નાના છ ઘૂમટે છે. તેમાં સભામંડપના બારણુ પાસેનો ઘૂમટ અભુત કારીગરીવાળે છે. તેમાં આરસના જે પડદા કતરેલા છે તેની નકલ કાગળ ઉપર પણ કરવી અશક્ય છે. આ ઘૂમટ ભાગ્યે જ બીજે જોવા મળે. બાકીના પાંચ ઘૂમટમાં પણ અભુત નકશીભર્યા ભાવે આલેખ્યા છે. તેમાં લટકતું લેલક કમળ છે અને પડદા પણ છેતર્યા છે. - ચેકીથી નીચે ઊતરતાં રંગમંડપમાંના ઘૂમટની કેરણું આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી છે. તેમાં જાણે છીપે જડી હોય એ દેખાવ કરે છે. ઘૂમટની વચ્ચે આરસનું લટકતું ઝુમ્મર કમળ આકારે કરેલું છે.
આ બધું કલામય દશ્ય તે આબુના દેલવાડાનાં મંદિરથીયે ચડિયાતું હોય એમ જણાય છે.
દેવકુલિકાની ભીંતે હાલમાં બંધાવેલી છે, પણ શિખર જૂના પથ્થરના કટકાનું બનેલું છે. ગૂઢમંડપ જૂને છે. તેને પહેલાં બંને બાજુએ બારણું તથા દાદરે હતા. હાલમાં