________________
૩૯ અને તે આબૂના વિમલશાહના દેવાલયના સ્તંભે જેવા છે. બાકીના સાદા છે. પહેલાં આ સ્તંભેની દરેક જેડને મકરના મુખથી નીકળેલા તેરણોથી શણગારવામાં આવી હતી પણ હાલ એક સિવાય બધાં તેણે નષ્ટ થયાં છે. રંગમંડપના બીજા ભાગની છતના જુદા જુદા વિભાગે પાડ્યા છે, જેના ઉપર આબૂના વિમલશાહના દેરામાં છે તેવાં જેન ચરિત્રનાં જુદાં જુદાં દશ્ય આલેખવામાં આવ્યાં છે.
છકી તથા સભામંડપ અને ભમતીની દેરીઓની વચ્ચેના બંને તરફના થઈને છતના ૧૪ ખંડોમાં ખૂબ કારણું છે. તેમાંના પાંચ ખંડોમાં સુંદર ભાવે કે તરેલા જણાય છે.
(૧) રંગમંડપ અને ભમતીની દેરી વચ્ચેની છતના જમણા હાથ તરફના સાતમા ખંડમાં–અતીત અને ભાવિ ચોવીશીનાં માતા-પિતા તથા એકેક છત્રધર કરેલા છે.
(૨) બીજા ખંડમાં–વર્તમાન ચેવશી તથા તેમનાં માતા-પિતા છે. તે જ ખંડમાં ચૌદ સ્વપ્ન છે. ઈંદ્ર મહારાજે ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને ખેાળામાં બેસાડયા છે અને બંને બાજુ ઇંદ્ર મહારાજ કળશ દ્વારા અભિષેક કરે છે; કમઠ તાપસ પંચાગ્નિને તપ કરે છે તે વખતે પાર્શ્વકુમાર સેવક મારફત લાકડામાંથી સર્પ કાઢી બતાવે છે. તે પછી ધરણેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવા આવ્યું છે. પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ તથા મરુભૂતિ પ્રભુ ઉપર શિલા વિકુવે છે, તે અને અનુત્તર વિમાનના ભવ વગેરે ભાવે કેરાયેલા છે.
(૩), ત્રીજી છતમાં–શ્રી શાંતિનાથ પ્રભુનું સમવસરણ