________________
૩૮
દેરીઓ હવે પ્રતિમા અને પરિકોથી અલંકૃત લાગે છે.
મંદિરના દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરતાં ડાબા હાથ તરફ એક સમવસરણની દેરી છે. તેમાં પ્રતિમાજી નથી પણ સમવસરણની નકશીભરી રચના પીળા આરસ ઉપર કરેલી છે. દેરીને ચાર દ્વાર છે અને એ છત્રીવાલા સમવસરણમાં ત્રણ ગઢ અને પર્ષદાની સ્પષ્ટ આકૃતિઓ કરેલી છે.
રંગમંડપના વચલા ભાગમાં ઊંચે કરણીભર્યો એક ઘૂમટ છે, જે ભાંગેલ છે તે અંગે અને ધોળેલ છે. આ ઘૂમટને આધાર અષ્ટકણાકૃતિમાં આવેલા આઠ સ્ત ઉપર છે, જેમાંના બે (સ્ત) દેવકુલિકાની પરસાલના છે
ચકી બેસાડી પાકે બંદોબસ્ત કર્યો સં. ૨૦૦૧ માં દાંતા રાજ્ય તરફથી જંગલ સાફ કરાવીને જોયરું ખેલવામાં આવ્યું છે તેમાંથી જિનપ્રતિમાઓ નીકળી આવી. તે બધી પ્રતિમાઓ દાંતા લાવવામાં આવી. બધી પ્રતિમાઓ તાંબર જૈન આમ્નાયની હોવાને નિર્ણય થતાં રાજ્ય દાંતના શ્રી જૈન સંઘને તે પ્રતિમાઓ સુપરત કરી. તે પ્રતિમાઓ કુંભારિયાના જિનાલયમાં સ્થાપન કરવાની સૂચના થતાં દાંતાના શ્રીસંઘે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને તારથી ખબર આપી અને કુંભારિયાજીમાં પણ સમાચાર મોકલ્યા.
સં ૨૦૦૦ના માહ મહિનાની વદિ ૧૩ના દિવસે એ બધી પ્રતિમાઓને ગાડામાં પધરાવી કુંભારિયાજીમાં લાવ્યા. સં. ૨૦૦૧માં કારીગરો બેસાડીને બધી પ્રતિમાઓને ઓટીપણું, ચક્ષુ-ટીલાથી વિભૂષિત કરીને સં. ૨૦૦૧ના જેઠ સુદિ ૧૦ના રોજ અઢાર અભિષેક કરીને તે બધી પ્રતિમાઓ શ્રમહાવીરસ્વામી ભગવાનના દેરાસરની દેરીઓમાં પરણદાખલ બેસાડી.