________________
૩૭
છે પણ તે સં૦ ૧૧૧૮ ના લેખ હોવાનું સ્પષ્ટ જણાય છે. અહીંથી અમને મળી આવેલા પ્રતિમાલેખમાં આ લેખ સૌથી પ્રાચીન છે. આ લેખ કરતાં પ્રાચીન એ સં. ૧૯૮૭ નો લેખ, જે અમે પરિશિષ્ટમાં નોંધ્યું છે, એ વિશે અમે આગળ જણાવીશું. આ લેખથી જણાય છે કે આ મંદિર સં૦ ૧૦૮૭ પહેલાં બની ચૂક્યું હતું.
મૂળગભારાની બારશાખમાં બંને બાજુએ એકેક નાની કાઉસગિયા પ્રતિમાઓ કોતરેલી છે. ત્યાં પરિકરથી છૂટી પડેલી બીજી ૩ કાઉસગિયા પ્રતિમાઓ પણ છે.
બધી દેવકુલિકા અને ગોખલાઓ મળીને કુલ ૨૪ છે. તે પૈકી એકમાં પરિકર નથી, ત્રણ દેરીમાં જે પરિકરે છે તે અધૂરાં છે. એકમાં ત્રણતીથીનું પરિકર છે. બાકીની બધીયે દેરીઓમાં પંચતીથીનાં આખાં પરિકરો લાગેલાં છે. દેરીએના પબાસણની ગાદી ઉપર પ્રાયઃ બધા ઉપર સં૦ ૧૧૪૦ થી સં. ૧૧૪૫ સુધીના લેખે હેવાનું જણાય છે. ઉપર્યુક્ત પરિકોમાં જિનપ્રતિમાઓ નહોતી પણ મહડિયાપાદર નામના ગામના ખંડિયેર દેરાસરમાંથી આવેલી પ્રતિમાઓ અહીંની દેરીઓમાં પરણાદાખલ પધરાવેલી છે. આથી બધીયે
૧. કુંભારિયાથી આશરે ૨૦ ગાઉ ઉપર દક્ષિણ દિશામાં દાંતા રાજ્યની હદમાં મહુડિયાપાદર નામે ગામ છે. તેની પાસેના જંગલમાં લગભગ અડધા માઈલ જેટલી જગામાં દેરાસરનાં ખંડિયેર પડેલાં છે. તેમાંથી સં. ૧૯૯૯માં કોઈ માણસ પિતાની જરૂરિયાત માટે પથ્થર ઉખેડત હતા ત્યારે પથ્થર પડતાં તેને ભંયરું જણાયું.
દાંતાના રાજવીને આ હકીક્તની જાણ થતાં તેમણે તે સ્થળે