________________
૩૫
ભારતભૂમિરૂપ સ્ત્રીના શણગારમાં હારસમા એવા ભટ્ટાર શ્રીવિજયદેવસૂરિએ પંડિત કુશળસાગરણ વગેરે પિરવાર સાથે પ્રતિષ્ઠા કરી.
(૨૧) શ્રીસુપાર્શ્વનાથ ભ॰ ની એક પ્રતિમા પરના લેખ
पुरा नंदिग्रामे वास्तव्य प्राग्वाटवंशोद्भव महं वरदेवसू (सु) त . दुल्हेवोसुतेन आरासणाकरस्थितेन श्रे० कुलचंद्रेण भ्रातृरावण वी (वि) रुद्ध पुत्र पासलपोहडी भ्रातृव्य [ व्य] वहा[0]वीदित भा [० [पुनापुत्र वीरा पाहडपुत्र जसदेव सुल्हण पासु तत्पुत्र पारस पासदेव शोभनदेव जगदेवादि वीरापुत्र काहड आमदेवादिसुमासुन पाजन तत्पुत्रप्रभृतिगोत्रस्वजन.. . पुरश्रेयोर्थं श्री अरिष्टनेमिचत्ये श्रीसुपार्श्वजिनवित्रमिदं कारापितमिति ॥
—પ્રાચીન કાળમાં નદિગામ (નાંઢિયા ) ના રહેવાસી પેારવાડવ’શમાં ઉત્પન્ન થયેલા મહ॰ વરદેવના પુત્ર........ દુલ્હેવીના પુત્ર આરાસણા નગરમાં રહેતા શ્રે॰ ફુલચંદે, ભાઈ રાવણુ અને વિરુદ્ધના પુત્રો પાસલ અને પાહુડીના ભત્રીજા વ્યાપારી વીદ્વિતની ભાર્યાં પુના, તેના પુત્રો વીરા અને પાહડ, તેના પુત્ર જયદેવ, સુલ્હેણુ અને પાસુ, તેના પુત્ર પારસ, કાહડ અને આમદેવ વગેરે સુમાના પુત્ર પાજન, તેના પુત્ર વગેરે ગેાત્રના અને કુટુંબના સતાષ માટે........પુરના કલ્યાણુ માટે શ્રીનેમિનાથ ભ૦ ના મ ંદિરમાં શ્રીસુપાર્શ્વનાથ ભ૦ ની આ પ્રતિમા ભરાવી.
*