________________
રાજાએ આપેલા “જગદ્ગુરુ” ના બિરુદવાળા ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિની પાટે પૂર્વ દિશાના પર્વત ઉપર સૂર્યના પ્રભામંડલ સમાન દીપતા ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિના શિષ્ય, જે સમુદ્રને આહૂલાદ આપવામાં ચંદ્રમા જેવા પટ્ટાલંકાર અને સોભાગ્ય–ભાગ્યાદિ ગુણસમૂહથી આનંદિત કરતા “મહાતપા” બિરુદને ધારણ કરતા, અને પંડિત કુલસાગર ગણિ વગેરે પરિવારથી અલંકૃત એવા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી તે વહરા (વેરા) રાજપાલને શુભ રીતે સફળ થાઓ.
(૨૦) મંદિરમાં મૂળનાયકની જમણી બાજુના આદિનાથ ભવની મૂર્તિ નીચે પલાંઠી ઉપરનો લેખ
संवत् १६७५ वर्षे माघ वदि ४ शनौ श्रीमालज्ञातीयવૃદ્ધરાવીય સT૦ માર્યા વીઝારી સુત દુભા...............કુત पनीआ समरसुत हीरजी श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं तपागच्छे गुरुप्रभावकभट्टारक श्रीविजयसेनसूरि पट्टालंकारभरतभूमिभामिनीशंगारहारभट्टारक श्रीविजयदेवसूरिभिः पण्डितश्रीकुशलसागरगणिप्रमुखपरिवारयुतैः ॥
–સં. ૧૬૭૫ ના મહા વદ ૪ને શનિવારે શ્રીમાલજ્ઞાતીય વૃદ્ધશાખીય શા. રંગાની ભાર્યા કલારી, તેના પુત્ર લહુઆ...........પુત્રે પનીઆ અને સમર, તેના પુત્ર હીરજીએ શ્રી આદિનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની, મોટા પ્રભાવશાળી ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિના પટ્ટાલંકાર