________________
૨૩
ખિંખ ભરાવ્યું અને તેની શ્રીઅજિતદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિ’હસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૫)
ભ॰ નેમિનાથની એક મૂર્તિ ઉપરના લેખ—
संवत् १२०८ फागण सुदि १० खौआरासना करे श्रीनेमिनाथचैत्यमुखमंडपे श्रीनेमिनाथबिंबं कारितं ॥
—સ૦ ૧૨૦૮ ના ફાગણ સુદ ૧૦ ને રવિવારે.... ..આરાસણા ગામમાં શ્રીનેમિનાથ ભ॰ ના મંદિરના મુખ્ય મંડપમાં શ્રીનેમિનાથ ભ॰ નું ખિખ ભરાવ્યુ.
( ૬ ) મંદિરના એક સ્તંભ ઉપરના લેખ—
―――
ॐ ॥ संवत् १३१० वर्षे वैशाख वदि ५ गुरौ प्राग्वाटज्ञातीय श्रे० बील्हणमातृ ( * ) रूपिणिश्रेयोर्थं सुतआसपालेन सीधपाल पद्मसीह सहितेन निज (*) विभवानुसारेण आरासणे नगरे श्री अरिष्टनेमिमंडपे श्रीचंद्र गच्छी (*) यश्रीपरमाणंदसूरि शिष्य श्रीरत्नप्रभसूरीणामुपदेशेन स्तंभः कारितः ॥
—સં ૧૩૧૦ ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે પારવાડજ્ઞાતીય શ્રેષ્ઠી ખીલ્હેણુની માતા રૂપિણીના કલ્યાણ માટે પુત્ર આસપાલે, સીધપાલ અને પદ્મસીહની સાથે પોતાના વૈભવ અનુસાર આરાસણા નગરના શ્રીનેમિનાથ ભ૦ ના મંડપમાં શ્રીચદ્રગચ્છીંય શ્રીપરમાનંદસૂરિના ઉપદેશથી સ્તંભ કરાવ્યેા.