________________
૨૦.
પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે.)
એ વખતે હાંસી શ્રાવિકાએ પાસિલને વિનવણી કરી કે, જે તમે કહે તે હું અહીં રંગમંડપ બનાવવા ઈચ્છું છું. તેને માટે વસ્ત્ર લાવી આપે. આથી હાંસી શ્રાવિકાએ નવ લાખ રૂપિયાના ખર્ચથી મેઘનાદ” નામે માટે મંડપ રચાવ્યું.
વ્યાપારીઓએ ત્યાં બીજા પણ દેવપ્રાસાદે બંધાવ્યા. ત્યારથી આ નગર તીર્થરૂપ બની ગયું.
શ્રીજિનહર્ષગણિ, પિતાના “વસ્તુપાલચરિત્ર' માં જણાવે છે કે –
" प्रासादं जगदाह्लादं प्रासादादम्बिकोद्भवात् । समुद्धृत्य नगोत्तुङ्गं नेमिनः स्वामिनः पुनः ॥ पुण्यात्मा पासलिमन्त्री चित्रप्राचिकृतापरः । व्यधादारासणक्षोणीधरं रैवतदैवतम् ॥"
–દેવેને પણ આશ્ચર્ય પમાડનાર પુણ્યાત્મા પાસલિ મંત્રીએ અંબિકાદેવીના પ્રસાદથી જગતને આનંદ આપનાર તથા પર્વત સમાન ઉન્નત એવા શ્રી નેમિનાથ ભગવાનને ચૈત્યને ઉદ્ધાર કરાવીને આરાસણ પર્વતને રૈવતાચલ જે બનાવી દીધો.
આ હકીકતથી જણાય છે કે, શ્રીનેમિનાથ ભટ ના દેરાસરને પાલિ (પાસિલ) મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યું. જે એમ હોય તે આ મંદિર ખૂબ પુરાણું હોવું જોઈએ. સંભવતઃ વિમલ મંત્રીએ આ મંદિર બંધાવ્યું હશે.