________________
નિરીક્ષણ કરે છે?”
બેન! આ કાર્ય મારા માટે દુર્ઘટ છે. છતાં જે હું આ પ્રાસાદ બંધાવું તે તમારે ત્યાં આવવું જોઈશે.” પાસિલે દુખિત હૃદયે પણ ખૂબ નમ્રતાથી જવાબ આપે.
હાંસી શ્રાવિકાના ઉપહાસને ખટકે તેના મનમાં સળવળ્યા કરતું હતું તેથી ગુરુએ કહેલા આમ્નાયપૂર્વક તેણે અંબિકાદેવીની આરાધના કરી. પાસિલના ભાગ્યોદયથી અંબિકાએ પ્રત્યક્ષ થઈ કહ્યું: “સીસાની ખાણ મારા પ્રભાવથી રૂપાની થશે તે વડે તું જેનપ્રાસાદ બંધાવજે.”
આ આદેશ મેળવી તેણે ૪૫૦૦૦ સેનામહેર ખરચીને આરાસણામાં શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર બંધાવવાને આરંભ કર્યો.
એક સમયે વિહાર કરતા ગુરુમહારાજ ત્યાં પધાર્યા અને પાસિલને પૂછ્યું: “ભદ્ર! ચૈત્યનિર્માણનું કામ સમાધિપૂર્વક ચાલે છે ને ?”
તેણે કહ્યું: “દેવ અને ગુરુના પ્રસાદથી ઠીક ચાલે છે.”
આ જવાબથી અંબિકાદેવી કે પાયમાન બની ગઈ કે, ખરેખર આ પાસિલ કૃતજ્ઞ લાગે છે. મારે ઉપકાર તે માન નથી. આથી ચૈત્યનું કામ શિખર સુધી બનીને અટકી ગયું.
પાસિલે પાટણથી ગુરુમહારાજ અને હાંસી શ્રાવિકાને સાદર આમંત્રણ કર્યું. ગુરુમહારાજ શ્રીવાદિદેવસૂરિના હાથે સં. ૧૧૩ના વૈશાખ સુદિ ૧૦ ને ગુરુવારે તેની મોટા સમારેહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (કઈ કઈ સ્થળે સં૦ ૧૨૨૬માં