________________
એમ લાગે છે. તેને ઈટથી ચણી લઈ પલાટર કરીને આરસ જે સાફ કરે છે. મંડપના બીજા ભાગની છત તથા ઓસરીની છત સાદી અને અર્વાચીન છે. મૂળગભારાની જમણી બાજુએ ઉપરના ભાગેલા પાટડાને ટેકે આપતી જે ત્રણ બેડેળ કમાને ચણેલી છે તે સાથેના સ્તંભ સુધી લંબાવેલી છે, જે ઘણુંખરા કોતરકામને ઢાંકી દે છે.
- મંદિર બંધાવનાર
શ્રીધર્મ સાગર ગણિએ રચેલી “તપાગચછ–પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, વાદિદેવસૂરિએ (સમય વિ. સં. ૧૧૭૪ થી ૧૨૨૬) આરાસણમાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી_ 'तथा आरासणे च नेमिनाथप्रतिष्ठा कृता ।'
“ઉપદેશસપ્તતિ (ના અધિકાર બીજાના ઉપદેશ આઠમા) માં પાસિલ નામના શ્રેષ્ઠીએ આ શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રીવાદિદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી એની કથા આલેખી છે–
આરાસણા નગરમાં ગોગા મંત્રીને પુત્ર પાસિલ નામે વસતે હતો. તે દૈવયોગે નિધન બની ગયે, તેથી એક દિવસે વ્યાપાર માટે તે પાટણ ગયે. ત્યાં દેવદર્શને જતાં તે રાજવિહાર પ્રાસાદનું પ્રમાણ ખૂબ ધ્યાનપૂર્વક જેવા લાગ્યું. તેના દરિદ્ર દેદાર જોઈને દર્શન કરવા આવેલી હાંસી નામની બાઈએ કાંઈક ઉપહાસમાં કહ્યું કે, “શું તમારે આવું ચૈત્ય બંધાવવું છે, જેથી આટલી બારીકાઈથી તમે આ પ્રાસાદનું