________________
જણાય છે કે, પહેલાં આવાં બીજા કેટલાંક તારણે અહીં હતાં પણ આજે તે નષ્ટ થયાં લાગે છે.
મંદિરમાંની પીઠ તેમ જ આજુબાજુને ભાગ ખાલી છે.
મંદિરમાં બધા મળીને ૯૪ સ્તંભે છે, જેમાં ૨૨ સ્તંભે સુંદર કેરણવાળા છે, અને બીજા સ્તંભે સાદા છે. કરણીવાળા સ્તંભેમાં દેવ-દેવીઓ અને વિદ્યાધરીઓની આકૃતિઓ આલેખી છે. - રંગમંડપમાં પૂજા–મહોત્સવ વખતે સ્ત્રીઓને બેસ વાના ઝરૂખાઓ પણ છે.
અહીં ઝીણું નજરે તપાસતાં જૂના કામને બદલે નવું કામ એવી જ સફાઈથી કર્યું હોવાનું જોવાય છે. સભામંડપના ઘુમટમાં ત્રણ વર્ષ પહેલાં રંગનું કામ કરેલું છે તે જાણે તાજું જ હોય એમ દેખાય છે. રંગમંડપમાં પણ કેરણ ઉપર રંગ કરે છે. આ રંગમંડપ અને ચાકીની કેરણ અત્યંત સુંદર છે, તે આબૂ ઉપરના દેલવાડાનાં મંદિરમાંની કેરણીથી જરાયે ઊતરે એવી નથી.
મંડપના મધ્ય ભાગ ઉપર આધુનિક છાપરું છે, જેને આકાર ઘૂમટ જેવું છે. તેના ઉપર રંગ કરેલો હોવાથી તે શોભાયમાન લાગે છે. આજુબાજુએ એક વાંસનું પાંજરું મૂકેલું છે, જેથી તેમાં પંખીઓ કે ચામાચીડિયાં પ્રવેશી શકતાં નથી.
મંદિરની દેવકુલિકાની ભીંતે પ્રાચીન છે, પણ શિખર તેમજ ગૂઢમંડપની બહારને ભાગ પાછળથી બનાવેલ હોય