________________
ચોથું શ્રી શાંતિનાથ ભગવંતનું દેરાસર કેણે બંધાવ્યું તે જાણવામાં આવ્યું નથી.
- પાંચમું મંદિર જે શ્રી નેમિનાથ ભગવંતના દેરાસરથી બસો વાર દૂર આવેલું છે તે શ્રીસંભવનાથ ભગવંતનું મંદિર ઉપર્યુક્ત ચારે મંદિરેથી અલગ પડે છે. આ દેરાસરમાં પ્રદક્ષિણાપથ નથી, તેથી તેમાં દેરીઓ વગેરે પણ નથી. એ મંદિર અહીંના સ્થાનિક કઈ શ્રેષ્ઠીએ બંધાવેલું હશે.
પાંચે દેરાસરે શિખરબંધી છે. પાયાથી શિખર સુધીની બાંધણીમાં કેવળ આરસપાષાણુ વાપરે છે અને તે આરસ આ જ પ્રદેશનો છે.
૧. શ્રી નેમિનાથ ભગવંતનું દેવાલય
અહીં આવેલાં પાંચે મંદિરમાં આ મંદિર સૌથી મોટું, ઉન્નત અને વિશાળ છે. આ મંદિર મૂળગભારે, વિશાળ ગૂઢમંડપ, દશ ચેકી, સભામંડપ, ગેખલા, શૃંગારચિકી, બંને બાજુના મોટા ગભારા, ચોવીશ દેવકુલિકાઓ, વિશાળ રંગમંડપ, શિખર અને કેટથી યુક્ત છે. મંદિરનું દ્વાર ઉત્તર દિશામાં છે.
મંદિરમાં બહારના દ્વારથી પ્રવેશ કરતાં રંગમંડપ સુધી જવાને પગથિયાં છે. પગથિયાં ઉપર ટકેરખાનાને ઝરૂખે છે. મંદિરનું શિખર ઉન્નત અને વિશાળ છે. તારંગાના પહાડ ઉપર આવેલા શ્રી અજિતનાથ ભગવાનના દેરાસરના શિખરને એ મળતું આવે છે. સમગ્ર શિખર આરસપાષાણુનું બનેલું છે.