________________
અંગે વ્યવસ્થા કરનારી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મુનિમ, પૂજારીઓ તેમજ કામ કરનારા માણસો અને મેંદીની દુકાન જેવી વસ્તી છે, જે આવતાજતા યાત્રાળુઓને બધી સગવડ કરી આપે છે.
| તીર્થધામ આરાસણમાં પાંચ જેન મંદિરે હોવાથી તે જેનેનું તીર્થધામ ગણાય છે. તેમાં સૌથી મોટું મંદિર શ્રી નેમિનાથ ભગવંતનું છે. તેથી આ ગામ શ્રી. નેમિનાથ ભગવંતના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. એ દેરાસર તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવંતના દેરાસરની બાંધણુને આકારપ્રકાર એકસરખે છે. એ જ રીતે શ્રી મહાવીર સ્વામી ભગવંત અને શ્રી શાંતિનાથ ભગવંતના દેરાસરની બાંધણી એકસરખી હોવાનું જણાય છે. આ ચારે દેરાસરના મૂળ ગભારાને ફરતી પ્રદક્ષિણામાં ચોવીશ દેરીઓ છે અને એ બધાં મંદિરને ફરતે કેટ છે, એ બધાં દેરાસરનું દ્વાર ઉત્તર દિશામાં છે.
અહીંનું શ્રી નેમિનાથ ભગવંતનું દેરાસર તેમજ શ્રી મહાવીર સ્વામી ભગવંતનું દેરાસર, જે આદીશ્વર ભગવાનનું મંદિર હશે તે બંને મંદિરે વિમળશાહે બંધાવેલાં હેવાં જોઈએ. શ્રેષ્ઠી પાસિલે શ્રી નેમિનાથ ભટ ના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે, એ વિશે આગળ જણાવીશું.
ત્રીજું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું દેરાસર સંભવતઃ મહારાજા કુમારપાલે બંધાવ્યું હશે.