________________
એમ તે નક્કી થઈ શકે છે કે, કુંભારિયાને ગમે તે અર્થ થતું હોય પણ તેનું નામ રાણા કુંભાના નામ ઉપરથી પડેલું નથી જ, અને તેથી જૂના શહેરને વિનાશ ઈ. સ. ૧૬૧૮ પછી થયેલે હવે જોઈએ.”
આથી એ વાત સ્પષ્ટ છે કે, કુંભા રાણાએ કુંભારિયા વસાવેલ નથી પણ જે વખતે તપાગચ્છાધિપતિ શ્રીહીરવિજયસૂરિ મહારાજના ઉપદેશથી પિતાના રાજ્યમાં છે મહિના અને અમુક દિવસની અમારિ પાળવાને હુકમ કરનાર તથા શત્રુંજય વગેરે તીર્થને હકક આપનાર બાદશાહ અકબરે જ્યારે મેવાડ ઉપર ચડાઈ કરી તે વખતે અથવા ત્યાર પછી કેટલાક વર્ષે મેવાડને રહેવાસી કુંભા નામને રજપૂત ત્યાંથી નીકળી અહીં આવ્યું, તેણે પોતાના નામથી “કુંભારિયા” નગર વસાવ્યું. ત્યારથી એટલે ૧૭ મી શતાબ્દિ પછી કુંભારિયા” નામ પડ્યું લાગે છે.
મુનિરાજ શ્રી.દર્શનવિજયજી (ત્રિપુટી) પિતાના “જૈન પરંપરાનો ઈતિહાસ” ભા. ૨ (પૃ. ૨૯) માં જણાવે છે–
“ભઠ્ઠી બનાવનારા કુંભારનું નિવાસસ્થળ સમજાતાં “કુંભારિયા'ના નામથી વિખ્યાત થયું છે.”
આ ઉલ્લેખ વસ્તુતઃ કુંભારિયાના નામ ઉપરથી કલ્પના સર્જિત લાગે છે, કેમકે આ હકીકતને કેઈ આધાર નથી.
આ ગામમાં આજે કઈ ઘર કે માણસની વસ્તી નથી. હાલમાં અહીં ૫ મંદિરે, ૧ હિંદુ (શિવ) મંદિર, જૈન ધર્મશાળા અને જેના કારખાનું તેમજ બગી વગેરે છે. એ