________________
પડ્યું હોય એ વાસ્તવિક છે.”૧
આ આરાસણનું નામ કુંભારિયા શાથી પડ્યું એ વિશે ડૉ. ભાંડારકરે (આ લેજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન ઇંડિયા, વેસ્ટર્ન સર્કલ, સને ૧૯૦૫-૬ ના રિપોર્ટમાં) ચર્ચા કરી છે એ જાણવા જેવી છે –
વળી, સ્વાભાવિક રીતે એમ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ જૂના શહેરનું નામ આરાસણ ભુલાઈ જવાયું હશે અને તેને બદલે કુંભારિયા મૂક્યું હશે. આના જવાબમાં ફેર્બસ કહે છે કે, ચિત્તોડના રાણા કુંભાએ આ બંધાવ્યું માટે તેને “કુંભારિયા' કહે છે. પણ આ માની શકાય નહીં; કુંભારિયાનાં પુરાણું મકાને ઉપરથી એમ વ્યક્ત થાય છે કે આ શહેર રાણા કુંભાની પહેલાં ઘણાં વર્ષનું જૂનું છે. એમ પણ કારણ આપી શકાય કે, આ પુરાણું શહેર વિમલશાહ અને રાણા કુંભાના વખતની વચ્ચે નાશ થયું હશે અને તેને કુંભાએ પુનરુદ્ધાર કર્યો હશે. આ સબબ પણ સબળ નથી. કારણ કે, મહાવીરના દેવાલયમાંની દેવકુલિકાની બેઠક ઉપર કતરેલા લેખમાં ઈ. સ. ૧૬૧૮ (સં. ૧૬૭૫) ની મિતિ છે અને તેમાં આરાસન શહેર વિશે ઉલ્લેખ છે. રાણે કુંભ ઈ. સ. ૧૪૩૮ થી ૧૪૫૮ (સં. ૧૪૫ થી ૧૫૧૫) સુધીમાં થયે અને લેખની મિતિ ઈ. સ. ૧૬૧૮ કે કુંભા પછી બરાબર ૧૫૦ વર્ષની છે. તેથી ૧. બુદ્ધિપ્રકાશ.