________________
રિયાજી તીર્થમાં પ્રવેશ કરતાં વચ્ચે નદી આવે છે. ચારે બાજુએ નાના-મોટા પહાડેથી આ તીર્થ ઘેરાયેલું છે. આસપાસની ઝાડીઓ અને ડુંગર ઉપર છવાયેલી વનસ્પપતિથી આખે પ્રદેશ લીલાછમ લાગે છે. આ લીલ છાયી વનસ્પતિઓ જ વિવિધ ઔષધિઓને ભંડાર કહેવાય છે. વર્ષાઋતુમાં જ્યારે પહાડ ઉપર વાદળાં જામે છે ત્યારે તે આખેયે પ્રદેશ હિમમય બનેલે લાગે છે.
| કુંભારિયાજીની નજીક સપાટ મેદાનમાં પથરાયેલે કાટેડે ખનિજ સંપત્તિ દટાયાને ખ્યાલ આપે છે. વસ્તુતઃ જમીનમાંથી કાઢી લીધેલા ખનિજને એ કાટેડે છે.
અહીં આરસની ખાણે છે. ગૂજરાતના–શિલ્પીઓએ ગુજરાતનાં અનેક દેરાસરમાં અહીંના આરસપાષાણને ઉપયોગ કર્યો અને મૂર્તિઓ ઘડી એવા પ્રમાણે પ્રાચીન ગ્રંથમાં પણ સેંધાયા છે. એ જ કારણે આ સ્થળ “આરસણાકર” નામથી ખ્યાતિ પામ્યું હતું એમ કહેવાય છે.
અહીંના સ્થાનિક શિલાલેખમાં આરાસણા, આરાસણા કર, આરાસણ, આરાસણનગર અને આરાસણપુર નામથી
૧. વિમલશાહ, વસ્તુપાલ–તેજપાલ, કુમારપાલ વગેરેએ આબુ, તારંગાજીનાં જે દેરાસર બંધાવ્યાં તેમાં અહીંના જ આરસને ઉપયોગ કરેલ છે. વળી, તારંગાની વિશાળકાય શ્રી. અજિતનાથ ભવની પ્રતિમા અહીંના આરસની બનેલી છે.
–જુઓ, સેમસૌભાગ્ય, સર્ગઃ ૭; મેક-કવિ-રચિત તીર્થમાળા: