________________
»
સજાવટથી અખાજીની આકૃતિ બનાવે છે. કહેવાય છે કે, અંબાજીના સ્થાન પર વીશા યંત્રનું આલેખન કરેલું છે. માતાની આકૃતિ સામે ચાંદીથી મઢેલા વાઘની આકૃતિ છે. મંદિરની છતમાં અનેક ઘંટડીએ લગાડેલી છે.
મંદિરની સામે પગથિયાંવાળી સુંદર વાવ બાંધેલી છે. ચારે બાજુએથી બાંધેલા પગથિયાવાળા એક કુંડ છે. ગામમાં લગભગ ૧૨૫ ધર્મશાળાઓ છે અને વસ્તી પણ ઠીક પ્રમાણમાં વસી ગઈ છે.
વસ્તુતઃ આ મંદિર સર્વ પ્રથમ મંત્રીશ્વર વિમલશાહે મધાવેલું એમ એક જૈન ‘ પટ્ટાવલી’માંથી ઉલ્લેખ મળે છે.૧
“ तस्मिन्नवसरे विमलदण्डनायकेन गुर्जरराज्ञा सम्मानितेनार्बुदाचलधरित्र्यामारासननगरेऽम्बायाः कुलदेव्याः प्रासादः कारितः ॥ "
—એ સમયે ગૂજરાતના રાજવી( ભીમદેવ )થી સમ્માનિત એવા વિમલશાહુ દંડનાયકે આખૂની ભૂમિ ઉપર અને આરાસણ નગરમાં કુલદેવી અંબામાતાના પ્રાસાદ– દેવળ કરાવ્યું. ડૉ ભાંડારકર ( આકૉલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, વેસ્ટ સર્કલ સને ૧૯૦૫-૬ ના રિપોટ માં ) જણાવે છે કે—
“ અખાજીમાં માતાનું મંદિર છે, તે મૂળ જૈન દેવાલય હશે તથા એમ પણ દર્શિત થાય છે કે, હાલ પણ ઘણા જૈને ત્યાં જાત્રા માટે પ્રથમ જાય છે અને કુંભારિયામાં
૧. જૂએ, ખરતરગચ્છપટ્ટાવલી, સ॰ જિનવિજયજી, પૃ. ૪૩