________________
માર્ગ એ તીર્થરાજ આબૂ પર્વતથી દશ ગાઉ દૂર આરાસુરના ડુંગરાઓની વચ્ચે અંબાજી ગામ અને કુંભારિયાજીનું જૈન તીર્થધામ આવેલું છે.
પશ્ચિમ ભારતની રેલ્વેના આબુરોડ (ખરાડી) સ્ટેશનથી ૧૩ માઈલ દૂર કુંભારિયાજી નામે ગામ છે, તે જ પ્રાચીન કાળનું પ્રસિદ્ધિ પામેલું આરાસણ તીર્થ છે.
અહીં આવવા માટે આબ્રેડ સ્ટેશનથી ૧૨ માઈલ દૂર મોટર-બસ દ્વારા અંબાજી જવાય છે અને ત્યાંથી ના માઈલ દૂર કુંભારિયાજી તીર્થમાં પહેચાય છે. આબુરોડથી સીધી અંબાજી–કુંભારિયાજી સુધી પાકી સડક બાંધેલી છે. તે સડક સીધી કેટેશ્વર સુધી જાય છે.
આબુરોડથી પગપાળા જનારને ૩ માઈલ જતાં “તેલીયા નામે નદી આવે છે, પાસે “શીયાવાડ” નામનું ગામ છે. ત્યાંથી ૩ માઈલ આગળ ચાલતાં “સુરપગલાં” નામનું ગામ આવે છે. ત્યાંથી ૩ માઈલ દૂર જતાં “પઠાણ ચોકી” આવે છે,
જ્યાં બે ધર્મશાળાઓ અને દુકાને વગેરે છે. ત્યાંથી ૩ માઈલ દૂર અંબાજી નામે હિંદુઓનું તીર્થ આવે છે.
અંબાજી અંબાજી ગામમાં અંબાજી માતાનું મંદિર છે. પગથિયાં ઉપર આરસ જડે ચોક છે. મંદિરનું દ્વાર પશ્ચિમ દિશામાં છે. સભામંડપ બહુ નાનું છે. મૂળ ગભારામાં અંબાજી માતાને ગેખ છે. તેમાં મૂર્તિ નથી પણ વસ્ત્ર અને શૃંગારની