________________
૧૯
પ્રતિમાલેખ વિશે યાદ આપી ત્યારે એ લેખો આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવા તેમણે સહર્ષ ઉદારતા દર્શાવી. એ જ સમયે તેમણે લગભગ ૧૨૨ લેખેને સંગ્રહ ૫૦ અંબાલાલ શાહને આપે ત્યારે પંડિતજીએ મને પત્રથી આ આનંદજનક વિગતના સમાચાર આપ્યા. આ સમાચારથી મને પણ ખૂબ આનંદ થયો. એ લેખો પ્રસિદ્ધ કસ્વા માટે પ્રેસ... નકલ, અને અનુવાદ તૈયાર કરવાની પંડિતજીને સૂચના આપી. આથી આ પુસ્તકમાં અમે ૩૯ પ્રતિમાલેખો આપ્યા હતા, તેની સાથે આ ૧૨૨ લેખેને વધારે થતાં કુલ ૧૬૧ લેખેને સંગ્રહ પુસ્તકના પરિશિષ્ટમાં પ્રગટ કર્યો છે. સાક્ષરવર્ય શ્રી. જિનવિજયજીએ આ શિલાલે અમને પ્રસિદ્ધ કરવા આપ્યાનું જે સૌજન્ય બતાવ્યું છે તે બદલ તેમને તથા પંઅંબાલાલ પ્રેમચંદ શાહે આ પુસ્તક માટે જે સહયોગ આપ્યો છે તે બદલ તેમને પણ ધન્યવાદ આપું છું.
મારી સાહિત્ય પ્રવૃત્તિ મારા ગુરુવ પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુમહારાજ પૂજ્યપાદ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજની પરમકૃપાથી જ કરી શકું છું તે બદલ તેમને ઉપકાર માનું છું.
મારા ગુરભાઈ મુનિરાજ શ્રી જ્યાનંદવિજ્યજી મહારાજે પણું વિહારમાં સાથે રહી મને બધી રીતે ખૂબ જ સહકાર આપ્યો છે.
આ અને બીજાં પુસ્તકે લખવામાં શ્રી. અભેચંદ ભગવાનદાસ ગાંધી તથા ઘેટીવાળા સેવાભાવી શ્રી. અનંતરાય ધરમશી અંત:કરણની સતત પ્રેરણા આપતા રહ્યા છે. શ્રી. અનંતરાયભાઈ તો મારી અત્યારની શારીરિક નરમ સ્થિતિમાં કેટલાય વખતથી સારી સેવા બજાવી રહ્યા છે. અહીં એક પ્રસંગને ઉલ્લેખ પણ બસ થશે. ગઈ સાલ મને શત્રુજ્યતીર્થની યાત્રા કરવાનો ભાવ જાગે. પણ મારી તબિયત નરમ હતી, ચાલી શકાય એવી સ્થિતિ પણ નહોતી છતાં શ્રી. અનંતરાયભાઈએ મારી ભાવના પૂરી કરવાની હિંમત આપી. તેઓ ઠેઠ સુધી મારી સાથે