________________
૧૮
श्रीशंखेश्वर पार्श्वनाथाय नमो नमः । यक्षराट् श्रीमाणिभदो विजयम् । श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमो नमः । श्रीजयन्तविजयगुरुभ्यो नमः ।
કિંચિદ્ વક્તવ્ય
સં૦ ૧૯૮૭માં સ્વ॰ પૂજ્યપાદ ગુરુમહારાજ સાથે અમે, આરાસણુ ( કુંભારિયાજી ) તીની યાત્રાએ ગયા હતા અને ત્યાં અમે અઢી દિવસની સ્થિરતા કરી હતી. એ સમય દરમિયાન ગુરુમહારાજશ્રીએ મને તેટલી આરાસણ તીની હકીકત એકઠી કરી લીધી હતી. એ સમયે અમે પ્રતિમાલેખા લીધા નહાતા કેમકે સાક્ષરવર્ય શ્રીજિનવિજયજી અને સ્વ॰ શ્રીમેાહનલાલ દલીચંદ દેસાઈ એ એ તીના પ્રતિમાલેખા લીધા હ।વાના સમાચાર અમે ‘ જૈનયુગ 'ના અંકમાં વાંચ્યા હતા. તેમ છતાં સહજ રીતે જેટલા લેખા લેવાય એટલા અમે લીધા હતા. કુલ ૩૯ લેખાના અમે સગ્રહ કર્યાં હતા.
ગુરુમહારાજશ્રીના સ્વર્ગવાસ બાદ સ૦ ૨૦૦૭માં હું વિહાર કરીને મારવાડ તરફ ગયા હતા. એ વર્ષોંનું અમારું ચતુર્થાંસ રાહિડા અને વાસા ગામમાં થયું હતું. ત્યાંથી રાણકપુરની પંચતીર્થીની યાત્રા કરી અમે જાલેર તરફ઼ે ગયા હતા. ત્યાંથી અમે આમૂ થઈ આરાસણ આવ્યા એ પ્રસંગે જે કઈ વધારાની માહિતી મળી તેની મેં નોંધ કરી લીધી અને આ તી અંગેનાં ઉપયોગી પુસ્તકામાંથી વિગતે પણ તારવી લીધી.
આ બધી સામગ્રી ૫૦ અંબાલાલ પ્રેમચંદ શાહને સંકલિત કરવા આપી, છ—એક ફાઈનું મેટર તૈયાર થયું અને તેના ત્રણેક ફા` છપાયાં. એ સમયે ૫૦ અંબાલાલ શાહે સાક્ષરવર્ય શ્રીજિનવિજયજીને `ભારિયાજી વિશે વાત કરી અને તેમણે શ્રી. કુંભારિયાજીનાં મદિરામાંથી લીધેલા