________________
ઊભા પગે રહીને મને યાત્રા કરાવી. એવી સેવા તે આજના શિષ્યો પણ ન ઉઠાવે.
એ સિવાય શ્રી. ચંદ્રકાંત હિંમતલાલ તથા માસ્તર અમૃતલાલભાઈ પણ પિતાની શક્તિ મુજબ મારા કાર્યમાં સેવા આપી રહ્યા છે તે સૌને ધન્યવાદ આપ ઘટે છે.
આ સિવાય આ શ્રી. વિજયપ્રતાપરિજીના શિષ્ય મુનિરાજ શ્રી. ક્ષમાનંદવિજયજી મહારાજે મારી સાથે રહીને શ્રી. શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવાની મારી ભાવના પૂરી કરાવી હતી, અને સારી સેવા બજાવી હતી.
પં. શ્રી. મનહર વિજયજી મ. ના શિષ્ય શ્રી. મનમેહનવિજયજી મહારાજ તે પોતાના શિષ્ય કરતા સારી સેવા આપી રહ્યા છે.
આ બધાયે સહગીઓના કારણે હું આ સાહિત્યની સેવા કરી રહ્યો છું તેથી આ બધાને ધન્યવાદ આપવાનું ભૂલી શક્તો નથી.
આ પુસ્તકમાં કઈ પણ પ્રકારની કેઈને ખલના જણાય તે જે કોઈ વિદ્વાન ભાઈ જણાવશે તો બીજી આવૃત્તિ પ્રસંગે તેને સાભાર સ્વીકાર કરી સુધારી લેવામાં આવશે. | તીર્થાવલી સંબંધી મારી દશેક પુસ્તિકાઓ જે આજ સુધીમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે, તેને વાચકવર્ગે આવકાર આપે છે, તે એક આનંદજનક બાબત છે. એ જ કારણે બીજાં પુસ્તકે પણ તૈયાર કરી રહ્યો છું, જે ગ્ય સમયે પ્રસિદ્ધ થતાં રહેશે.
- ભાવનગર મૌન એકાદશી, વિસં. ૨૦૧૭
-મુનિ વિશાલવિજય