________________
અત્યારે અહીં ૨૦૦ શ્રાવકેની વસ્તી છે. ૫ ઉપાશ્રય ૨ જૈન ધર્મશાળાઓ, અને ૨ જેન મંદિરે એની વિશાળતા અને ભવ્યતાથી ઓપતાં ઊભાં છે. ત્રીજું મંદિર હતું પણ અત્યારે ખંડિત દશામાં જોવાય છે.
૧. શ્રી શાંતિનાથ ભટ નું મંદિર આ મંદિર શિખરબંધી અને બાવન જિનાલયવાળું છે. મંદિરની સ્થાપત્ય રચના પ્રાચીન કાળની છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડપ, નવચેકી, શૃંગારકી વગેરે છે. બીજો મંડપ છે, અને તેના ઉપર માળ છે. આ મંદિરમાં ભમતીના ડાબા પડખે બીજી દેરીમાંની મૂર્તિના પબાસણ ઉપર આ પ્રકારે લેખ છે –
" संवत् १२७५ वर्षे वैशाख सुदि ४ शुक्रे श्रीमचन्द्रकुले नभोवदतुले सज्जीववकाव्यालये, भास्वत्सोममुनींद्रमंगलबुधोत्ताराविशाखोदये । जातो मोहतमोपहो दिनमणि : श्रीवर्धमानाभिधः, सूरिभूरिगुणप्रतोषितसुरो भव्यांबुजोद्बोधक ः ॥१॥ तत्पट्टे देवसूरि : श्रीहेमसूरिस्ततोऽभवत् । जज्ञेऽथ श्रीयशश्चंद्रसूरिः सूरिशिरोमणिः ॥२॥
सूरिश्रीमुनिचंदाह्रो विस्य(श्व)विद्यामहोदधिः । ततः श्रीकमलप्रभसूरिः काममदापहः ॥३॥ तत्संताने गुणाधाने हुंबटान्वयशालिना । श्रीसंघसमुदायेन मोक्षसंगमकांक्षिणा ॥४॥