________________
૧૭૩
એક વિશાળ શિખરબંધી જિનાલય અને ધર્મશાળા છે. જિનાલયમાં મૂ૦ ના શ્રી. પાર્શ્વનાથ ભ૦ની ૩ ફીટ ઊંચી પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. મંદિરમાં આરસની કુલ ૨૪ અને ધાતુની ૧૨ પ્રતિમાઓ છે. મંદિરમાંથી ૧૨-૧૩માં સૈકાથી લઈને ૧૭મા સિકા સુધીના લેખે મળે છે. આ ઉપરથી આ મંદિરની પ્રાચીનતા અને સમયે સમયે થયેલા જીર્ણોદ્ધારને ખ્યાલ આવે છે. આ તીર્થને છેલ્લે ઉદ્ધાર આ૦ શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે કરાવ્યું છે.
૩. વડાલી ખેડબ્રહ્માથી ૪-૫ માઈલ દૂર વડાલી નામે પ્રાચીન ગામ છે. સં. ૧૨૭૫ના પ્રતિમાલેખમાં અને લગભગ એટલી જ પ્રાચીન ગ્રંથપ્રશસ્તિમાં એનું “વાટાપલ્લી” એવું નામ નેંધાયેલું મળે છે. આથી આ ગામ ૧૩ મા. સૈકા કરતાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે.
મારવાડમાં આવેલા નારેલા ગામના મંદિરની એક મૂર્તિ ઉપરથી સં. ૧૧૮ને લેખ મળે છે તેમાં વટપલ્લીગચ્છને ઉલ્લેખ આ પ્રકારે કરે છે–
'सं० ११८९ वैशाख सुदि शनी वटपालीगच्छे श्रीनन्नसूरिસંતાને.........”
આ વટપલીગછ આ ગામના નામ ઉપરથી પ્રસિદ્ધ માં આવ્યું હશે? અને એમ હેય તે આ ગ૭ ૧૨મા સિકા અગાઉ પ્રસિદ્ધિમાં આવ્યું એમ માની શકાય.