________________
૧૭૨
૪. શ્રી. સંભવનાથ ભ૦નું મંદિર છે. તેમાં શ્યામ આરસની ૩૨ ઇંચ ઊંચી મૂળનાયકની પ્રતિમા છે. આમાં પણ મૂળનાયક સહિત આરસની ૩ અને ધાતુની પંચતીથી પ્રતિમાઓ ૩ છે.
૫. ગામમાં શ્રી મહાવીર સ્વામી ભ૦નું શિખરબંધી જિનાલય છે. તેમાં મૂળનાયકની એક જ મૂર્તિ આરસની છે અને ધાતુની મૂર્તિ ૨ છે.
આ બધાં મંદિરને ૧૫ મા સિકામાં ઉદ્ધાર થયે હોય એમ પ્રતિમાલેખથી જણાય છે. તે પછી ૧૭ મા સૈકામાં શ્રી વિજયદેવસૂરિએ આ તીર્થનાં પાંચ જિનાલયને ખૂબ દ્રવ્ય ખરચીને ઉદ્ધાર કરાવ્યું એમ પટ્ટાવલીના ઉલ્લેખથી જણાય છે– ___ 'ततः संघेन साधू श्रीआरासणदितीर्थयात्रां कुर्वाणाः पोसीनाख्यपुरे पुराणानां पञ्चप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुद्रव्यव्ययसाध्यमपि तदुद्धारं कारितवन्तः॥"
–આચાર્ય શ્રી. વિજયદેવસૂરિ સંઘ સાથે આરાસણા વગેરે તીર્થોની યાત્રા કરતાં પિસીનાપુરમાં પધાર્યા અને તેમણે અહીંનાં પ્રાચીન પાંચ મંદિરને ઘણા દ્રવ્યથી કરી શકાય એવે, શ્રાવકને ઉપદેશ આપીને ઉદ્ધાર કરાવ્યું.
૨. નાના પિસીના ઈડરથી છા માઈલ દૂર નાના પસીના નામે ગામ છે. અહીં વેતાંબર શ્રાવકની વસ્તી નથી. ગામની પાદરે