________________
૧૭૫
सोधपंक्तिनि(वि)निर्जितविबुधविमानावल्यां । वाटापल्लयाः श्रियोवत्यां नगर्या न्यायभूपतेः॥५॥ श्रीमतः शांतिनाथस्य त्रिलोकीशांतिकारिणः । बिंबोद्धारः शुभाकरश्चक्र प्राणपणाशनः ॥६॥
प्रतिष्ठितः श्रीसोमसूरिभिः। मंगलमस्तु ॥ कर्मस्थाने कारापकः पंडितजिनचंद्रः ॥ इति ।
આ લેખ શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના જીર્ણોદ્ધાર સમયને છે એટલે મંદિર તે સં. ૧૨૭૫ પહેલાંનું પ્રાચીન હેવાનું સિદ્ધ થાય છે.
જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” નામક ગ્રંથની ૬૩ મી પ્રશસ્તિમાં પણ આ શાંતિનાથ જિનાલયને ઉલ્લેખ આ પ્રકારે કરેલે છે–
'वाटापल्लीपुरीयचैत्यभवने शांतेर्जिनेशप्रभोः ।'
આ પ્રશસ્તિમાં સમયને ઉલ્લેખ કર્યો નથી પણ ઉપચુંકત પ્રતિમાલેખના સમયની આસપાસના સમયનું અનુમાન થાય છે. એટલે આ મંદિર ૧૩ મા સિકાથી આજ સુધી શાંતિનાથ જિનાલયના નામે જ પ્રસિદ્ધ છે.
૨. શ્રી આદિનાથ ભટ નું મંદિર – આ મંદિર પણ શ્રી શાંતિનાથ જિનાલય જેવું જ બાવન જિનાલયવાળું અને શિખરબંધી છે. મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડપ, નવચેકી, શૃંગારકી, બીજે મંડપ અને તે મંડપ ઉપર માળ છે.