________________
મેટા દેરાસરમાં શ્રી શત્રુંજ્યતીર્થને પટ તેમણે પોતાના ખર્ચે કરાવીને મુકાવ્યો છે.
પ્રત્યેક વર્ષે તેઓ શત્રુજ્ય તીર્થની યાત્રાએ જતા હતા. તેમણે સં. ૧૯૯૨ માં કુટુંબ સાથે સમેતશિખર તીર્થ અને તીર્થનગરીઓની યાત્રા કરી હતી.
તેમનાં પુત્ર-પુત્રીઓના લગ્નપ્રસંગે તેઓ ધાર્મિક કૃત્ય અઠ્ઠાઈ મહોત્સવ કરાવતા હતા.
શેઠશ્રી ગોદડભાઈનું સં ૨૦૧૪ની સાલમાં બીજા શ્રાવણ શુદિ પને મંગળવારે અમદાવાદ મુકામે અવસાન થતાં તેમના માનમાં મુંજપુરની જનતાએ અને અડખે પડખેનાં દશ ગામોના લેકે એ પાખી પાળી હતી અને ખેતી માટે હળ જોડવાનું પણ બંધ રાખ્યું હતું.
આમ બધી રીતે કપ્રિય અને એક સેવાભાવી કાર્યકરની જીવનરેખામાં પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યાકાલીન રંગે આલેખાયા છે. એ ત્યાંની જનતામાં સુપરિચિત છે.
અમારી સંસ્થાને તેમના વ્યવહારદક્ષ બંધુશ્રી રતિલાલભાઈ તથા તેમના સુપુત્રોએ શેઠશ્રીના સ્મારક નિમિત્તે આ પુસ્તક છપાવવામાં રૂપિયા પાંચસોની જે ઉદારતાપૂર્વક સહાયતા કરી છે તે માટે ધન્યવાદ ઘટે છે
પ્રકાશક