________________
છે. તેમાં છ ઘર વીશા શ્રીમાલીઓનાં, ૫ ઘર દશા શ્રીમાલીઓનાં અને ૩ ઘર સ્થાનકવાસીઓમાં છે. બધાં ઘમાં મળીને કુલ ૫૦ માણસની વસ્તી હશે.
અહીં ૨ ધર્મશાળા, ૧ પષાળ, ૧ જૈન પાઠશાળા અને ૨ સુંદર જિનાલય વિદ્યમાન છે. મેટું દેરાસર ઘૂમટબંધી અને બે માળનું છે, તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. બીજું નાનું દેરાસર શિખરબંધી છે, તેમાં મૂળનાયક શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાન છે.
આ મુંજપુર ગામમાં શેઠ ગોદડભાઈને જન્મ સં. ૧૯૬૦ ના માગશર સુદિ ૮ ને ગુરુવારે (તા. ૨૭–૧–૧૯૦૩) થયો હતો. તેમના પિતાનું નામ મોહનલાલ અને માતાનું નામ મેંઘીબાઈ હતું. જ્ઞાતિએ તેઓ વિશા શ્રીમાલી જૈન હતા. સં. ૧૯૭૬ ની આસપાસ તેમનું પ્રથમ લગ્ન સમી મુકામે થયું હતું અને સં. ૧૯૮૬માં બીજું લગ્ન રણદ ગામે થયું. તેમને પરિવારમાં પાંચ પુત્ર અને બે પુત્રીઓ છે.
તેમનો ધંધો કાપડ, કાલાં-કપાસ અને ધીરધારને હતો. તેમની પેઢીનું નામ શાહ મેઘજી હીરજીભાઈ ગોદડલાલ મોહનલાલ, પરસોત્તમ કયરાભાઈ છે.
ગામનાં બંને દેરાસરે, પાંજરાપોળ વગેરેને વહીવટ તેમના હસ્તક હતો. શંખેશ્વરતીર્થમાં યાત્રીઓ માટે ભેજનશાળા શરૂ થઈ ત્યારથી તેના ઓનરરી સેક્રેટરી તરીકે તેઓ રહ્યા હતા.
જૈન હોવા છતાં જાહેર જનતાને પણ મદદગાર અને સલાહકારક થતા, તેથી મુંજપુરથી એક માઈલ દૂર આવેલા શોના પ્રસિદ્ધ તીર્થધામ લેટેશ્વર તીર્થને વહીવટ પણ તેમણે દશ—બાર વર્ષ સુધી ચલાવ્યો હતો.
ગામની જૈન પાઠશાળા તેમના પ્રયત્નથી જ ચાલુ થઈ હતી.
શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં તેમના તરફથી ઘીને અખંડ પ્રદીપ પ્રજભા કરે છે.