________________
શેઠશ્રી ગોદડભાઈની જીવનરેખા
સં. ૨૦૧૪ની સાલ હતી, ને શ્રાવણ મહિનાની શરૂઆત હતી. ચોથના દિવસની સંધ્યાકાલીન સુરખીને ભરખી લેતી કાળી વાદળીઓએ અંધકારને ઘેરે બનાવ્યો હતો. ને એકાએક ગડગડાટ સાથે વીજળીએ અંધકારને વધતે આકાશમાં લીટો પાડો ને એક ચમકતો તારલ ખરી પડ્યો.
શ્રી. ગોદડભાઈનું જીવન આ તારલા સાથે સરખાવી શકાય એવું છે. તેમના દેહાંતના સમાચાર મુંજપુર પ્રદેશમાં પ્રસરી જતાં લેકને માથે જાણે વીજળી પડ્યા જે આઘાત થયો. કોઈએ પિતાને સ્વજન ગુમાવ્યું હતું તો કોઈએ પિતાનો સાથીદાર ખોયો હતો, કોઈ પિતાની ઓથ ચાલી ગયા માટે આક્રંદ કરતું હતું, અને જૈન સમાજે તો એક સેવાભાવી ઉત્સાહી કાર્યકર ગુમાવ્યો હતો.
આમ જનતામાં લોકપ્રિય બનેલા શ્રી. ગોદડભાઈની ખોટ સાલે એવી હતી. સોની લાગણી એકસરખી હતી. મુંજપુર પ્રદેશમાં શોકનાં કાળાં વાદળ છવાઈ ગયાં.
શ્રી. શંખેશ્વરતીર્થની છાયામાં આવેલું મુંજપુર નાનું ગામ છે. આ ગામનો ઈતિહાસ એટલે ચડતી-પડતીને ઈતિહાસ. એક કાળે એ મોટું નગર હતું. કોટ–કિલ્લાથી અલંકૃત હતું. પણ મુસ્લિમ સત્તા વખતે અહીં ધીંગાણું થયેલાં ને ધીમે ધીમે વસ્તી ઓછી થતી ગઈ. આજે બધી મળીને લગભગ ૨૦૦૦ ઘરની વસ્તી હશે. તેમાં જૈનના ૧૫ ઘર