________________
આ જ લેખકનું વિશિષ્ટ સંપાદન
રાધનપુર પ્રતિમાલેખસંદેહ [સચિત્ર] ' વિશે અભિપ્રાય
આ ઐતિહાસિક બુક માટે મહાગુજરાતના સાક્ષરરત્ન ડો. ભેગીલાલ સાંડેસરા. M. A. PH. D.
આ પુસ્તક ધ્યાનપૂર્વક જોઈ ગયો છું. એ પ્રગટ કરીને તમે માત્ર જૈન ઇતિહાસની નહિ પણ ગુજરાતના ઈતિહાસની કિંમતી સેવા કરી છે. '
રાધનપુરના સ્થાનિક ઇતિહાસ માટે એમાં બહુ મૂલ્યવાન સામગ્રી છે. આ પુસ્તક શ્રી યશેવિય ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થાય છે એ ઉચિત થયું છે. કેમકે આ ગ્રંથમાળાએ સ્થાનવિશેષ તીર્થાદિને લગતાં સંખ્યાબંધ ઐતિહાસિક પ્રકાશને કર્યા છે.
પૂ. મુનિરાજ શ્રી વિશાલવિયજી બીજાં ઐતિહાસિક નગરના આવા લેખસંગ્રહ સંકલિત કરે તે બહુ સારું. ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક ઇતિહાસ માટે ખૂબ સામગ્રી એમાંથી મળશે.
પાકું પુઠું, ક્રાઉન ૧૬ પેજી, પૃષ્ઠ સંખ્યા ૩૪૪ કિંમત રૂપિયા પાંચ: પોસ્ટેજ V. P. ખર્ચ રૂપિયે એક
યશવિજય જૈન ગ્રંથમાળા
ભાવનગર (સૌરાષ્ટ્ર)