________________
૧૩૦
ॐ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनी बहुदेवपुत्र्या श्रे० माणिहइ-सलखणायां स्वश्रेयसे श्रीवासुपूज्यदेवबिंब कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥
–સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેણી બહુદેવની પુત્રીએ છે. માણિહઈ, સલખણ અને પિતાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્યદેવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૭–૧૪] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં પંદરમી દેરીમાંને લેખ–
ॐ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनौ अयेह आरासणमांडलिकसुरशंभुः श्रीधारावर्षदेवविजयराज्ये कायस्थकुलप्रदीप ठक्कु० आसूसुत ठक्कु० श्रीलक्ष्मीधरेण परत्रोपार्जनमोक्षार्थ श्रीश्रेयांसनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥
– સં. ૧૨૫ત્ના અષાઢ સુદ ૨ ને શનિવારે વર્તમાનકાલીન આરાસણના માંડલિક સુરશંભુ, જે શ્રીધારાવર્ષદેવના વિજયી રાજ્યમાં હતા ત્યારે કાયસ્થકુલમાં પ્રદીપ સમા ઠક્કર આસૂ, તેના પુત્ર ઠક્કર લક્ષ્મીધરે પારલૌકિક મેક્ષસુખ મેળવવા માટે શ્રીશ્રેયાંસનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૮–૧૧] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં સોળમી દેરીમાને લેખ
स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनौ