________________
૧૨
[ ૬-૬૩] શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં શ્રીઅભિનંદન જિનની પ્રતિમા ઉપરને લેખ
ॐ श्री। संवत् ११४२ वरणदेव–पाहिणिसुतया पारु वना भार्यया जज्जदेवादिजनन्या जिनदेवीश्राविकया सकलत्रैलोक्याभिनंदनश्रीमदभिनंदनजिनप्रतिमा मोक्षार्थ कारिता ॥
–સં૦ ૧૧૪રમાં વરણદેવ અને પાહિણિની પુત્રી પારુ, જે વના શ્રેષ્ઠીની પત્ની હતી અને જજ દેવની માતા જિનદેવી નામે શ્રાવિકા હતી, તેણે સમગ્ર ત્રણે લેકને આનંદ પમાડનારા શ્રીઅભિનંદનજિનની પ્રતિમા મોક્ષ માટે ભરાવી.
[૭–૭૦] શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં શ્રી સુપાર્શ્વનાથ ભવની પ્રતિમા ઉપરને લેખ–
ॐ श्री। संवत् ११४२ जिंदक हा भा०. राजिल द्वितीयभार्यया रंभजनन्या जसवइश्राविकया धर्मार्थ श्रीसुपार्श्वजिनप्रतिमा જારિતા છે.
–સં. ૧૧૪૨માં શ્રેષ્ઠી જિંદક, તેની પત્ની રાજિલ, અને બીજી પત્ની અને રંભની માતા જસવતી નામે શ્રાવિકાએ “ધર્મનિમિત્તે શ્રીસુપાર્શ્વ જિનની પ્રતિમા ભરાવી.
. [ ૮-૭૭ ] શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં શ્રી નેમિનાથ ભવની પ્રતિમા ઉપરને લેખ–